મોબાઈલ એપ દ્વારા પોલીસ પાસપોર્ટનું વેરીફીકેશન કરશે

981
guj1742018-4.jpg

ગુજરાત પોલીસની મોબાઈલ ગવર્નન્સ ક્ષેત્રે નવતર પહેલ કરવામાં આવી છે. ગૃહ વિભાગની પોકેટ કોપ મોબાઈલ એપ ઝ્રસ્નાં હસ્તે લોન્ચ કરવામા આવી છે. આ પ્રોજેક્ટ કોપ અન્વયે ૪૯૦૦ મોબાઈલ ફોન ઁઝ્રઇ, પાસપોર્ટ વેરીફીકેશન કરતા પોલીસ કર્મીઓને અપાશે.
ગુજરાત પોલીસની મોબાઈલ ગવર્નન્સ ક્ષેત્રે સ્માર્ટ ફોનમાં ૪ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. જેમા પાસપોર્ટ વેરિફિકેશન, તહોમતદાર સર્ચની વિગત આ એપ્લિકેશનમાં મળી રહેશે.આ એપ્પમાં વાહન સર્ચ, મિસિંગ પર્સન સર્ચ સહિત વિગતો મળી રહેશે. તમને જણાવી દઇએ કે, આ કમ્પ્યૂટરનો ડેટા પોલીસને મોબાઈલમાં ઉપલબ્ધ થશે ગુજરાત પોલીસની મોબાઈલ ગવર્નન્સ ક્ષેત્રે નવતર પહેલ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યુ છે જેમા તેમણે જણાવ્યું કે, પોલીસની કાર્યદક્ષતામાં વધારો થયો છે. આ એપ પોલીસ માટે છદ્ભ૪૭ કરતા મોટુ શસ્ત્ર હશે સાથે જ તેમણે વધુંમા જણાવ્યુ કે, ૩ મહિનામાં તમામ જિલ્લામાં ઝ્રઝ્ર્‌ફ નેટવર્ક લાગી જશે અને ઈ-ચલણ મોટા શહેરોમાં શરૂ કરાયું છે તેનું મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. ગુજરાત પોલીસની મોબાઇલ ગર્વનન્સ ક્ષેત્રે નવતર પહેલ થવા જઇ રહી છે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, દરેક તપાસ અધિકારી, પી.સી.આર. વેન અને પાસપોર્ટ વેરીફીકેશન સાંભળતા પોલીસ કર્મચારીઓને પોકેટ કોપ પ્રોજેક્ટ અન્વયે ૪૯૦૦ સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે અપાશે.
આ પોકેટ કોપનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગૃહમંત્રી પ્રદિ૫સિંહ જાડેજાની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું.  અત્યાર સુધી કોમ્પ્યુટરમાં જ રહેતો ડેટા હવે પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત મોબાઈલ સ્માર્ટ ફોનમાં આંગળીના ટેરવે મળતો થશે. એટલે કે પોલીસની ઓનલાઇન રખાતી તમામ વિગતો હવે આ પોલીસ કર્મચારીઓ ગમે ત્યાં મેળવી શકશે.
આ સ્માર્ટ મોબાઈલ ફોનમાં ૪ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. તેમાં પાસપોર્ટ વેરીફીકેશન, ગુન્હેગાર શોધ, ખોવાયેલી વ્યક્તિ ની શોધ, વાહન શોધનો સમાવેશ થાય છે. ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે હવે આ પોકેટ કોપનું રાજ્યવ્યાપી અમલીકરણ થશે.
ગુજરાત પોલીસ નવી ભરતીમાં નવા કર્મચારીઓ ટેકનોલોજીના જાણકાર છે. ગુજરાતમાં આગામી ૩ મહિનામાં તમામ જિલ્લાને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરી દેવાશે. આ તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,  હવે પોલીસ કર્મીઓને મોબાઈલમાં ૬૮ લાખ જેટલા ગુન્હેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ ઉપલબ્ધ થવાથી કાર્યદક્ષતા વધશે અને ગુન્હેગારોની હિંમત તૂટી જશે. તથા ગુજરાત સલામતી સુરક્ષામાં શિરમોર બનશે.

Previous articleપ્રવીણ તોગડિયા આજથી અમરણાંત ઉપવાસ ઉપર
Next articleએર ઓડીસા દ્વારા અમદાવાદ, ભાવનગર, સુરત ખાતે નવીન ઉડાન સેવાનો પ્રારંભ