પીવી સિંધુ મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી (જી.એન.એસ)ટોક્યો,તા.૩૦

265

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને ૨૧-૧૩, ૨૨-૨૦થી હરાવી છે. આ મેચ ૫૬ મિનિટ સુધી ચાલી હતી. અઇંધુ સતત બીજા ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે. રિયો ઓલિમ્પિકમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુ અને યામાગૂચીની વચ્ચે આ અત્યાર સુધીનો ૧૯મો મુકાબલો હતો. તેમાં સિંધુએ ૧૨મી વખત જીત મેળવી છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિંધુએ અત્યાર સુધી ૪ મેચ રમી છે. તેનું પ્રદર્શન એટલું ધમાકેદાર રહ્યું છે કે દરેક મેચ બે રાઉન્ડમાં જ પૂરી થઈ ગઈ છે. ગ્રુપ મેચમાં ઈઝરાઈલની કે. પોલિકાર્પોવાને ૨૧-૭, ૨૧-૧૦થી હરાવી. ગ્રુપ મેચમાં હોંગકોંગની એન. વાય. ચેંગને ૨૧-૯, ૨૧-૧૬થી હરાવી. રાઉન્ડ ઓફ ૧૬માં ડેન માર્કની એમ બ્લિચફેલ્ડને ૨૧-૧૫ ૨૧-૧૩થી હરાવી. ક્વાટર ફાઈનલમાં જાપાનની એ. યામાગુચીને ૨૧-૧૩, ૨૨-૨૦થી હરાવી.

Previous article૧૦૦૦ બેડ હોસ્પિટલોને, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની ઇચ્છાઃ સોનુ
Next articleકેપ્ટન કૂલ ધોની ન્યુ લૂકમાં જોવા મળ્યો, આલિમ હકીમે તસવીરો શેર કરી