(જી.એન.એસ)ટોક્યો,તા.૩૦
ભારત માટે ખુશખબર! જાપાનમાં ચાલી રહેલાં ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની તાપેઈ કી ચેનને હરાવીને બોક્સર લવલિના બોરગોહેન હવે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ લવલિનાએ ભારત માટે ઓલિમ્પિકનો એક મેડલ પાક્કો કરી દીધો છે. લવલીનાએ બોક્સિંગમાં રચ્યો નવો ઈતિહાસ. ૬૯ કિલો વજનની કેટેગરીમાં લવલીના કર્વાટર ફાઈનલમાં જીત હાંસલ કરીને સેમીફાઈનલમાં પહોંચી છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા મુક્કાબાજી લવલીના બોર્ગોહાઇન તેની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. રમી રહી છે. ૬૯ કિલો વજન કેટેગરીમાં તેની સામે ચોથા ક્રમાંકિત ચીન નીએન ચેનનો એક મોટો પડકાર હતી. લવલિનાએ આ પાર પાડી દીધો છે. ત્રણેય રાઉન્ડમાં, લવલિનાએ હરીફ બોક્સરને ટકવા ન દીધી. પ્રથમ રાઉન્ડમાં ૫ માંથી ૩ જજોએ લવલિનાની તરફેણમાં ફેંસલો આપ્યો છે. બીજા રાઉન્ડમાં પણ તમામ ૫ જજોએ લવલીનાને વિજેતા તરીકે જોઇ. ત્રીજા રાઉન્ડમાં ૪ જજોએ લવલીનાને વધુ સારી રીતે બતાવી હતી.અન્ય એક ભારતીય મુક્કાબાજી સિમરનજીત કૌરે ૬૦ કિલો વજનના કેટેગરીમાં થાઇલેન્ડની સુદાપોર્ન સિસોંડી સામે ૫-૦થી હારી ગયા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. આ રીતે લવલિનાએ ૪-૧થી મુકાબલો જીત્યો. બોક્સિંગમાં સેમિફાઇનલમાં પહોંચતા જ મેડલ પાકકું થઈ જાય છે. લવલિના સેમીફાઇનલમાં ૨૦૧૯ વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે.
અન્ય એક ભારતીય મુક્કાબાજી સિમરનજીત કૌરે ૬૦ કિલો વજનના કેટેગરીમાં થાઇલેન્ડની સુદાપોર્ન સિસોંડી સામે ૫-૦થી હારી ગયા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. દીપિક કુમારી તીરંદાજીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં રશિયન ઓલિમ્પિક કમિટી (ર્ઇંઝ્ર) ની સેનિયા પેરોવાને શૂટઆઉટમાં ૬-૫થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો દક્ષિણ કોરિયાની એન સેન સામે થશે.