મોટી સફળતાઃ સ્તન કેન્સર માટેના ઝાયડસ કેડિલાના ઇન્જેક્શનને મંજૂરી મળી

119

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૦
ડ્રગ ઉત્પાદક ઝાયડસ કેડિલાએ શુક્રવારે જણાવ્યું હતું કે, યુએસ હેલ્થ રેગ્યુલેટર તરફથી તેના ફુલવેસ્ટ્રેન્ટ ઇન્જેક્શનને અંતિમ મંજૂરી મળી ગઈ છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ સ્તન કેન્સરની સારવારમાં થાય છે. ફુલવેસ્ટ્રેન્ટ ઇન્જેક્શનનો ઉપયોગ એકલા અથવા અન્ય દવાઓના સંયોજનમાં ચોક્કસ પ્રકારના હોર્મોન રીસેપ્ટરના પોઝિટિવ, એડવાંસ સ્તન કેન્સર અથવા બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે થાય છે, જે શરીરના અન્ય ભાગોમાં ફેલાય જાય છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ઝાયડસ કેડિલાને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી ફુલવેસ્ટેન્ટ ઇન્જેક્શન, ૨૫૦ મિલિગ્રામ/ ૫ એમએલ(૫૦ મિલિગ્રામ/એમએલ) પ્રતિ સિંગલ ડોઝ પ્રી-ફિલ્ડ સિરિંઝને બજારમાં ઉતારવા માટે જરૂરી મંજૂરી મળી ગઈ છે. ઝાયડસ કેડિલાએ જણાવ્યું હતું કે આ ડ્રગનું નિર્માણ અમદાવાદના ઝાયડસ બાયોલોજીકલ ખાતેના જૂથની મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટીમાં કરવામાં આવશે. તો બીજી તરફ જૂથને અત્યાર સુધીમાં ૩૨૦ મંજૂરીઓ મળી છે અને નાણાકીય વર્ષ ૨૦૦૩-૦૪માં ફાઇલિંગ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી ૪૦૦ થી વધુ નવી દવા અરજીઓ(ANDAs)દાખલ કરી છે.

Previous articleઇઝરાયેલે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું
Next articleબિહારમાં કટિહારના મેયર શિવરાજ પાસવાનની ગોળી મારી હત્યા