ફિલિપાઇન્સે અમેરિકન સૈનિકોની સાથે વ્યાપક સૈન્ય અભ્યાસની સમજૂતીને ફરીથી સ્થાપિત કરી

211

(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૩૦
દક્ષિણ ચીન સાગરમાં દાદાગીરી દેખાડી રહેલા ચીની ડ્રેગનને ફિલિપાઇન્સે મોટો ઝાટકો આપ્યો છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે અમેરિકન સૈનિકોની સાથે વ્યાપક સૈન્ય અભ્યાસની સમજૂતીને ફરીથી સ્થાપિત કરી દીધી છે. બંને દેશોના રક્ષામંત્રીઓએ શુક્રવારના રોજ આ નિર્ણયની જાહેરાત કરી. આની પહેલાં રાષ્ટ્રપતિ દુતેર્તેએ આ કરારને રદ કરી દીધો હતો આથી બંને દેશોમાં ચિંતા વધી ગઇ હતી. એટલું જ નહીં ચીને કોરોના રસી સહિત કેટલાંય પ્રકારની લાલચ ફિલિપાઇન્સને આપી હતી જેથી કરીને તેઓ અમેરિકન સેનાની સાથે સમજૂતીને રદ કરી દે.
આ સમજૂતીની અંતર્ગત અમેરિકન અને ફિલિપાઇન્સના સુરક્ષા બળોની વચ્ચે મોટાપાયા પર સૈન્ય અભ્યાસ કરાય છે. રક્ષામંત્રી ડેલ્ફિન લોરેનજાનાએ પોતાના અમેરિકન સમકક્ષ લોયડ ઑસ્ટિનની સાથે મનલીમાં રાષ્ટ્રપતિ દુતેર્તેના આ નિર્ણયની જાહેરાત કરી. ફિલિપાઇન્સના એક અન્ય અધિકારીએ કહ્યું કે વિદેશ મંત્રી ટિયોડોરો લોસિન જુનિયર ‘વિઝિટિંગ ફોર્સ એગ્રીમેન્ટ’ સાથે જોડાયેલા તુતેર્તેના નિર્ણયના દસ્તાવેજ શુક્રવારના રોજ એક બીજી બેઠકમાં ઓસ્ટિનને આપશે. લોરેનજાનાએ કહ્યું કે રાષ્ટ્રપતિએ વીએફએને સમાપ્ત કરવા અગાઉના નિર્ણયને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ઑસ્ટિને દુતેર્તેના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે તેનાથી જૂના સહયોગીઓની વચ્ચે રક્ષા સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દુતેર્તે ફેબ્રુઆરી ૨૦૨૦માં અમેરિકન સરકારને સૂચિત કર્યું હતું કે તેઓ ૧૯૯૮ની સમજૂતીને રદ કરવા માંગે છે, જે ફિલિપાઇન્સ સૈનિકોની સાથે સંયુકત યુદ્ધ અભ્યાસ માટે મોટી સંખ્યામાં અમેરિકન બળોને દેશમાં પ્રવેશની મંજૂરી આપે છે અને તેના સ્થાયી પ્રવાસ માટે કાયદાકીય શરતોને નક્કી કરે છે. આ નિર્ણયની જાહેરાતના ૧૮૦ દિવસ બાદ અમલમાં આવ્યો હતો પરંતુ દુતેર્તે સતત તેને ટાળી રહ્યા હતા. આ વિસ્તારમાં અમેરિકન સૈન્ય ઉપસ્થિતિને ચીનના સંદર્ભમાં સંતુલન સ્થાપિત કરવાના રૂપમાં દેખાય છે, જે દક્ષિણ ચીન સાગરના વિશાળ ક્ષેત્રો પર પોતાનો દાવો કરે છે. કહેવાય છે કે ચીનની સાઉથ ચાઇના સીમાં દાદાગીરી બાદ હવે તેને મજબૂર થઇને ફરીથી અમેરિકાના શરણમાં જવું પડે છે.

Previous articleહિમાચલમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ ભૂસ્ખલનઃ રસ્તાઓ બ્લોક, પ્રવાસીઓ ફસાયા
Next articleપેગાસસ જાસુસી મામલે ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ હવે સુનાવણી કરશે