(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦
વડાપ્રધાન મોદીએ શુક્રવારે નાગરિકોને ૧૫ ઓગસ્ટના દિવસે પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સામાન્ય નાગરિકો પાસેથી આવેલા વિચાર લાલ કિલ્લા પરથી સમગ્ર દેશમાં ગૂંજશે તેવી ટિ્વટ કરી છે. એક ટિ્વટમાં પ્રધાનમંત્રીએ દેશના નાગરિકોને કહ્યું કે નાગરિકો MyGov પર પોતાના આઇડિયા આપી શકે છે. સૂત્રોની જાણકારી મુજબ પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણ દ્વારા સરકારના કાર્યક્રમો અને નીતિઓ નાગરિકોની સામે રાખશે. પ્રધાનમંત્રી લગભગ છેલ્લા ઘણા વર્ષોથી નાગરિકો પાસેથી પોતાના મંતવ્યો માંગતા રહે છે. આ વર્ષે પણ પ્રધાનમંત્રી નાગરિકો પાસે નવા આઇડિયા માટે પોતાના વિચાર રજૂ કરવા માટે અપીલ કરી રહ્યા છે. એટલે કે જો તમારી પાસે કોઈ સારા મંતવ્યો, સારા વિચાર અને તમારા વિઝનને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટેનો આ સરસ અવસર છે. જેના દ્વારા ૧૫ ઓગસ્ટ તેઓ પોતાના ભાષણમાં તમારા વિચારોને પણ પ્રસ્તુત કરશે. આ સાથે જ તેમણે છેલ્લા મન કી બાતના કાર્યક્રમમાં નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે વધુમાં વધુ લોકો ભેગા મળીને રાષ્ટ્રગીતનું ગાન કરે. આ માટે તેમણે એક વેબસાઇટ પણ બનાવી છે જેની નામ ટ્ઠિજરંટ્ઠિખ્તટ્ઠટ્ઠહ.ૈહ. છે. તમે આ વેબસાઇટ પર પોતાનું ગીત રેકોર્ડ કરીને અપલોડ પણ કરી શકો છો. તેમણે કહ્યું હતું કે મને આશા છે કે વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં જોડાશે.