ભારતીય પ્રોફેશનલ્સ આનંદોઃ અમેરિકાએ એચ-૧બી વિઝા માટે લોટરી પ્રક્રિયા આયોજીત કરી

674

(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૩૦
અમેરિકાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકાએ એચ-૧બી વીઝા માટે અરજી કરનારા લોકોમાંથી કેટલાંક લોકોની પસંદગી કરવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે અમેરિકાએ બીજી વખત લોટરી પ્રક્રિયા આયોજીત કરી છે. આ અંગે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસએ જાહેરાત કરી દીધી છે. તેનાથી એ સેંકડો ભારતીય આઇટી પ્રોફેશનલ્સને વધુ એક તક મળશે જેમને પહેલી લોટરીમાં આ વીઝા મળી શકયા નહોતા. આ નોન-ઇમીગ્રન્ટ વીઝાની સૌથી વધુ માંગણી ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં જ રહે છે. આ વીઝા અમેરિકન કંપનીઓને એ કામ માટે વિદેશી વર્કર્સની નિમણૂક કરવાની મંજૂરી આપે છે જેના માટે ખાસ તકનીકી વિશેષજ્ઞતાની જરૂર હોય છે. યુએસસીઆઇએસએ કહ્યું કે અમે તાજેતરમાં જ નક્કી કર્યું છે કે અમે નાણાંકીય વર્ષ ૨૦૨૨ માટે પૂરતી સંખ્યા સુધી પહોંચવા માટે બીજા રજીસ્ટ્રેશન્સને પસંદ કરવાની જરૂર છે. તેના માટે અમે ૨૮ જુલાઇના રોજ પહેલેથી સબમિટ કરાયેલ રજીસ્ટ્રેશન્સમાંથી કેટલાંકને રેન્ડમ તરીકે પસંદ કર્યા છે. હવે આ પસંદ કરાયેલા રજીસ્ટ્રેશન્સના આધાર પર પિટીશન કરવાનો સમય ૨ ઑગસ્ટથી ૩ નવેમ્બર સુધી રહેશે. પસંદ કરાયેલા રજીસ્ટ્રેશનવાળા વ્યક્તિઓને સિલેકશન નોટિસમાં સામેલ કરવા માટે તેમના દ્બએંજીઝ્રૈંજી એકાઉન્ટસને અપડેટ કરાશે. સાથો સાથ તેમાં બાકી માહિતીઓ પણ સામેલ કરાશે. યુએસસીઆઇએસએ કહ્યું કે એચ-૧બી કેપ-સબ્જેકટ પિટીશનને યોગ્ય સર્વિસ સેન્ટરથી યોગ્ય રીતે નક્કી સમયમર્યાદાની અંદર ફાઇલ કરવી જોઇએ. તેની સાથે જ યુએસસીઆઇએસએ કહ્યું કે એચ-૧બી પિટિશન માટે ઓનલાઇન ફાઇલિંગ ઉપલબ્ધ નથી. આ દ્રષ્ટિથી અરજીને રજીસ્ટ્રેશન સિલેકશન નોટિસની પ્રિન્ટેડ કોપી પણ પિટીશનની સાથે જોડવી જોઇએ. યુએસસીઆઇએસએ આગળ કહ્યું કે રજીસ્ટ્રેશનની પસંદગી માત્રએ બતાવે છે કે અરજી એચૐ-૧બી કેપ-સબ્જેકટ પિટીશન દાખલ કરી શકે છે નહીં કે એ બતાવાનું કે તેમની પિટીશનને મંજૂરી અપાશે.

Previous articleઓળખ બાદ પત્રકાર દાનિશ સિદ્દિકીની તાલિબાને નિર્દયતાથી હત્યા કરી હતી
Next articleફેસબુકને જલસાઃ ભારતમાં આવક વધીને ૯૦૦૦ કરોડે પહોંચી