(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦
ભારતમાં સ્માર્ટફોનનુ માર્કેટ વધવાની સાથે સાથે સોશિયલ મીડિયાનો અને તેના પગલે ડિજિટલ માર્કેટનો વ્યાપ પણ વધી રહ્યો છે. દુનિયાની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબૂકને ભારતનુ બજાર ફળી રહ્યુ છે. વિતેલા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતમાં પેસબૂકની આવક વધીને ૯૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી છે. એક અહેવાલ પ્રમાણે તે પહેલાના વર્ષમાં ફેસબૂકની ભારતની આવક ૬૬૧૩ કરોડ રૂપિયા હતી. જેમાં કોરોનાકાળ દરમિયાન વધારો થયો છે અને આવક ૯૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી છે. જોકે હજી સુધી ફેસબૂક દ્વારા સત્તાવાર રીતે આંકડા જાહેર કરવાના બાકી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરનેટ ડેટાની કિંમતોમાં થયેલા ઘટાડા અને સ્માર્ટફોનના પણ સસ્તા થવાના કારણે સોશિયલ મીડિયા કંપનીઓને ફાયદો થઈ રહ્ય છે. બીજી તરફ કોરોનાકળમાં લોકો ઘરે રહ્યા હોવાથી તેમણે મનોરંજન મેળવવાથી માંડીને અભ્યાસ માટે ઈન્ટરનેટનો સહારો લીધો હતો. ફેસબૂક ઈન્ડિયાનુ કહેવુ છે કે, ગયા વર્ષે યુઝર્સના બિઝનેસ અ્ને બ્રાન્ડ સાથે ઓનલાઈન જોડાવામાં બદલાવ આવ્યો છે. ઓનલાઈન માર્કેટિંગ ખર્ચ વધ્યો છે અને તેના કારણે ડિજિટલ જાહેરાતોનો ગ્રોથ વધ્યો છે. જાણકારોનુ માનવુ છે કે, હાલના વર્ષમાં ડિજિટલ માર્કેટમાં ૪૦ ટકાનો વધારો થશે. આ ટ્રેન્ડ બદલાવો શક્ય નથી.ડિજિટલ કંપનીઓની ઈકોનોમીમાં ભાગીદારી વધારે મજબૂત થઈ રહ્યો છે. નાના અને મોટા બિઝનેસ ગ્રાહકો સાથે જોડાવા માટે ઈન્ટરનેટનો ફાયદો ઉઠાવી રહ્યા છે.