પાટણ સિવિલ હોસ્પિટલની છીનવાયેલ સુવિધા પુનઃ ઉપલબ્ધ બને અને ભાજપ સરકારનાં આરોગ્ય મંત્રીને આ માટે સદબુદ્ધિ પ્રાપ્ત થાય તેવા આસયથી સોમવારે સિવિલ હોસ્પિટલનાં મુખ્ય ગેટ પાસે સદબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.પાટણ શહેરના મધ્યમાં આવેલ અને ગરીબ તેમજ જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલ સિવિલ હોસ્પિટલની મોટા ભાગની તબીબી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી હોઇ જ઼ે સુંવિધાઓ પુનઃ શરૂ કરવા માટે છેલ્લાં ૧૪૨ સોમવારથી શહેર કૉંગ્રેસ સમિતિ દ્રારા વિવિધ સંસ્થાઓ સાથે સહી ઝુમ્બેશ યોજી સિવિલ હોસ્પિટલમાં છીનવાએલ સુંવિધા પુનઃ ઉપલબ્ધ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે છતા ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતાં સિવિલ હોસ્પિટલનાં મુખ્ય ગેટ આગળ શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા સદબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.