(જી.એન.એસ)મુંબઈ,તા.૩૦
’ઘોસ્ટ સ્ટોરીઝ’માં અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મની વિરુદ્ધ નેટફ્લિક્સ ઇન્ડિયાને એક ફરિયાદ મળી છે. જે વાસ્તવમાં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ આ વર્ષની શરૂઆતમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રુલ્સ ૨૦૨૧ ઘડ્યા બાદની સૌપ્રથમ ફરિયાદોમાં સામેલ છે. ફરિયાદ કરનારે આ શોર્ટ ફિલ્મના એક સીનની સામે વાંધો ઉઠાવ્યો છે. જેમાં શોભિતા ધુલિપલાનું કૅરૅક્ટર મિસકેરેજ બાદ ભ્રૂણ ખાય છે. ફરિયાદીએ જણાવ્યું, ’પહેલાં તો આ સ્ટોરી માટે એ સીનની જરૂર નહોતી અને જો ક્રિએટર્સ આવા સીનને ઉમેરવા ઇચ્છતા હતા તો ટ્રિગર વોર્નિંગ આપવી જોઇતી હતી.’ ટ્રિગર વોર્નિંગ એટલે કે જે-તે સીન દર્શકોને વિચલિત કરી શકે છે એમ જણાવતું એક સ્ટેટમેન્ટ. રુલ્સ મુજબ ૨૪ કલાકમાં ફરિયાદ નોંધાવી જોઈએ અને શક્ય એટલો જલ્દી એનો ઉકેલ લાવવો જોઈએ.
’ઘોસ્ટ સ્ટોરીઝ’ એક એન્થોલોજી ફિલ્મ છે. જેમાં ડિરેક્ટર્સ ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને કરણ જોહર દ્વારા ડિરેક્ટેડ શોર્ટ ફિલ્મ્સ પણ સામેલ હતી. આ પહેલાં ’સેક્રેડ ગેમ્સ’ અને ’અ સ્યૂટેબલ બોય’ બદલ પણ નેટફ્લિક્સ ઇન્ડિયાની ટીકા કરવામાં આવી હતી.
Home Entertainment Bollywood Hollywood ’ઘોસ્ટ સ્ટોરીઝ’માં અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ કરાઈ