(જી.એન.એસ)મુંબઈ,તા.૩૦
મુંબઈ બીજેપીના પ્રવક્તા અને ધારાસભ્ય રામ કદમે પોર્ન વિડીયો બનાવવાના મામલે ધરપકડ કરવામાં આવેલા રાજ કુન્દ્રા પર પ્રહારો કરતા હજારો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. રામ કદમે કહ્યું છે કે જનતાને છેતરીને રાજ કુન્દ્રાએ હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
તેમણે કહ્યું છે કે, કુન્દ્રાએ ગરીબ લોકોને ફસાવ્યા છે.GOD ગેમના નામ પર લોકોથી ૩૦-૩૦ લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એ પૈસા તેમને ક્યારેય પાછા આપવામાં આવ્યા નહીં. રામ કદમે કહ્યું કે, રાજ કુન્દ્રાએ આ ગેમમાં પત્ની શિલ્પા શેટ્ટી અને તેની તસવીરોનો પણ ઉપયોગ કર્યો છે. દેશભરમાં મોટા સ્તર પર લોકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા. આ રીતે રાજ કુન્દ્રાએ ૨૫૦૦થી ૩૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. લોકો જ્યારે તેમના પૈસા માંગવા તેમની ઑફિસ ગયા તો તેમની સાથે મારઝુડ કરવામાં આવી. એટલું જ નહીં, પીડિતોની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી. આ ગરબડ ગોટાળો વિયાન ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવ્યો. રામ કદમે પોલીસ વિભાગ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે, જ્યારે લોકો રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ લઈને તેમની પાસે ગયા ત્યારે તેમને કુન્દ્રાની વિરુદ્ધ કાર્યવાહી કરતા કોણે રોક્યા હતા તેની પણ તપાસ થવી જોઇએ. તેમણે કહ્યું કે, રાજ કુન્દ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીએ તમામ લોકોને ઠગ્યા છે. કદમ પ્રમાણે કુન્દ્રાની કંપની લોકો સાથે જે પણ એગ્રીમેન્ટ કરતી હતી, તેની ઑરિજનલ કૉપી પણ પોતાની સાથે રાખતી હતી. મહારાષ્ટ્રથી જ હજારો લોકો છે જે કુન્દ્રા દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા છે.