સેન્સેક્સમાં ૬૬ અંકનો ઘટાડોઃ નિફ્ટી ૧૫,૭૬૩ પર બંધ

164

(જી.એન.એસ)મુંબઈ,તા.૩૦
ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૬૬ અંક ઘટીને ૫૨૫૮૬ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫ અંક ઘટીને ૧૫૭૬૩ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ,SBI, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્‌સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ ૨.૫૯ ટકા ઘટીને ૬૨૨૮.૯૦ પર બંધ રહ્યો હતો. SBI ૨.૨૮ ટકા ઘટીને ૪૩૧.૭૦ પર બંધ રહ્યો હતો. જોકે સન ફાર્મા, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, HCL ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા ૧૦.૦૬ ટકા વધીને ૭૭૪.૦૦ પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા ૭.૨૪ ટકા વધીને ૧૨૦૯.૪૫ પર બંધ રહ્યો હતો. એશિયાઈ બજારોમાં ચારે તરફ વેચવાલી થઈ. જાપાનનો નિક્કેઈ ૧.૮૧ ટકા ઘટાડા સાથે બંધ થયો. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં ૦.૪૨ ટકા નબળાઈ રહી હતી. હોંગકોંગના હેંગસેંગમાં ૧.૨૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોરિયાના કોસ્પીમાં ૧.૨૪ ટકાનું નુકસાન રહ્યું. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરી ૦.૪ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. શુક્રવારે બ્રિટનનાFTSEમાં ૦.૭૦ ટકાની નબળાઈ છે. જર્મનીના DAX માં લગભગ ૦.૮૦ ટકાનો ઘટાડો છે. ફ્રાન્સના CAC માં ૦.૧૦ ટકાની નબળાઈ છે. NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, ગુરુવાર ૨૦ જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ શુદ્ધરૂપથી ૮૬૬.૨૬ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ શુદ્ધરૂપથી ૨૦૪૬.૯૬ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.

Previous articleરાજ કુન્દ્રાએ જનતાને છેતરી હજારો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી
Next articleકચ્છમાં ડ્રગ્સકાંડના મુખ્ય આરોપી શાહિદ સુમરાના ૮ દિવસના રિમાન્ડ મંજૂર