(જી.એન.એસ.)કચ્છ,તા.૩૦
ડ્રગ્સકાંડના આરોપી શાહિદ સુમરાને કોર્ટમાં રજૂ કરાયો જેમાં કોર્ટ આરોપી શાહિદ સુમરાનને ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે ગઈ કાલે ગુજરાત એટીએસએએ દિલ્હીથી શાહિદ સુમરામની ધરપકડ કરી હતી અને બાદમાં તેને ભૂજ કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં કોર્ટે શાહિદ સુમરાના ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આરોપી શાહિતનું પાકિસ્તાન સાથેનું કનેક્શન હોવાથી તે પાકિસ્તાનથી કચ્છતા દરિયાકાંઠે ડ્રગ્સ મંગાવતા હતો શાહિદના આંતકી સંગઠન સાથેની લીંક હોવાનું શક્યાતા જોતા વધુ પૂછપરછ હાથ ધરાશે તેમજ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક ટેરેરિઝમ મુદ્દે પૂછપરછ કરાશે. ગુજરાત એટીએસએએ ૧૭૫ કરોડના હેરોઇન-ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે, ગઈ કાલે ૧૭૫ કરોડનાં હેરોઇન કેસમાં સંડોવાયેલા આરોપીને એટીએસએએ ઝડપી પાડ્યો હતો.
હેરોઈન-ડ્રગ્સ કેસમા ફરાર મુખ્ય આરોપી શાહિદ કાસમ સુમરાની ગુજરાત એટીએસએ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. શાહિદ દુબઇથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. આ આરોપીનું મુખ્ય કામ હતું કે, પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેર કાયદેસર ઘુસાડવું. આ આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, શાહિદ સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે. જેથી ગુજરાત એટીએસની એક ટીમે દિલ્હી એરપોર્ટ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો.