જિલ્લામાં કુલ ૨૨૭૯૨ હેકટરમાં ઉનાળુ વાવેતર જે ગત ૩ વર્ષનાં સરેરાશ વાવેતર કરતા ઘણુ ઓછુ

918
gandhi1842018-5.jpg

ગાંધીનગર જિલ્લામાં પાણીની ઘટના કારણે ઉનાળુ વાવેતર ઘટી રહ્યુ છે. નર્મદા કેનાલનું પાણી બંધ રહેવાનાં કારણે પણ અસર પડી રહી છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ કચેરીનાં આંકડા પ્રમાણે જિલ્લામાં કુલ ૨૨૭૯૨ હેકટરમાં ઉનાળુ વાવેતર થયુ છે. જે ગત ૩ વર્ષનાં સરેરાશ વાવતર કરતા ઘણુ ઓછુ રહ્યુ છે. 
ઉનાળુ વાવેતરમાં મોટા ભાગનાં વિસ્તારમાં પશુઓનાં ઘાસચારા તથા બાજરીનું વાવેતર રહ્યુ છે. જયારે શાકભાજી તથા મગફળીનું પણ વાવેતર ત્રીજા તથા ચોથા ક્રમે રહ્યુ છે. ગાંધીનગર લ્લામાં ખેતીની સાથે સાથે પશુપાલન પણ ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતો માટે મહત્વનો સ્ત્રોત છે.
જિલ્લામાં સિંચાઇની વ્યવસ્થા બધા ખેડુતો પાસે ન હોવાથી ઘણા ખેડુતો કેનાલનાં પાણી પર તથા વરસાદ પર અવલંબે છે. ચોમાસુ (ખરીફ) વાવેતર આશરે ૧.૭૩ લાખ હેક્ટર રહ્યા બાદ શિયાળુ વાવેતર ૭૨ હજાર હેક્ટરની આસપાસ રહ્યુ હતુ. જ્યારે ઉનાળુ વાવેતર ૨૨૭૯૨ હેકટરમાં જ સમેટાઇ ગયુ છે. જેના પાછળ કારણભુત પાણીનો અભાવ છે. તો ઘણા ખેડુતો ઉનાળામાં જમીન ખુલ્લી રાખીને તપવા દે છે. ઉનાળુ વાવેતરનાં પ્રાપ્ત આંકડા પ્રમાણે સૌથી વધુ ૧૧૩૭૧ હેક્ટરમાં પશુઓનાં ઘાસચારાનું વાવેતર થયુ છે. જયારે અનાજની સાથે ઘાસચારો આપતી બાજરીનું વાવેતર ૬૭૫૩ હેકટર સાથે દ્રિતીય સ્થાન પર રહ્યુ છે.
રોકડિયા પાક ગણાતા શાકભાજીનું વાવેતર ૪૧૨૦ હેકટરમાં થવા સાથે ત્રીજા સ્થાને છે. જયારે ૧૨૮ હેકટરમાં ડાંગર, ૨૫ હેકટરમાં મકાઇ, ૬૭ હેકટરમાં મગ, ૧૦૧ હેકટરમાં મગફળી,૭૫ હેક્ટરમાં ગુવાર ગમ તથા અન્ય ૧૪૮ હેકટરમાં તડબુચ તથા જુવારદાળાનું વાવેતર થયુ છે. જુવાર પણ બાજરીની જેમ અનાજ અને ઘાસચારા બંનેમાં કામ લાગે છે. ગાંધીનગર જિલ્લામાં પાણીની ઘટના કારણે ઉનાળુ વાવેતર ઘટી રહ્યુ છે.ઉનાળુ પાકોમાં તડબુચનો પાક ખેડુતો માટે આવકનો સારો સ્ત્રોત છે. જિલ્લાની છુટ્ટી અને રતાળ પ્રકારની જમીન તડબુચનાં વાવેતર માટે અનુકુલ છે તથા તડબુચની કેટલીક જાતો ઓછા પાણીમાં પાકી જતી હોવાથી દહેગામ પટ્ટાનાં ખેડુતો તડબુચનાં વાવેતર તરફ વળ્યા છે. જયારે નદીનાં રેતાળ પટ્ટમાં પણ તડબુચનું સારૂ ઉત્પાદન થઇ શકે છે. પરંતુ ખુલ્લામાં વાવેતર કર્યા બાદ રખડતા પશુઓ સામે રક્ષણ આપવુ મહેનત માંગી લે છે. રતાળ પ્રકારની જમીન તડબુચનાં વાવેતર માટે અનુકુલ છે તેવી વાયકા છે. 
ઉનાળુ પાકમાં જિલ્લામાં શાકભાજીનું વાવેતર વધી રહ્યુ છે. દહેગામ ચિલોડા પંથકમાં બટાકાનાં વાવેતર બાદ સૌથી વધુ ભીંડાનું વાવેતર થયુ છે. ભીંડા રોકડીયા પાક તરીકે ખેડુતોને આજીવીકા માટે છુટક આવક કરાવતા રહે છે.

Previous articleપાટનગરના ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડને હટાવવા તંત્રનો આદેશ
Next articleયોજનાઓને ધબ્બા લગાવે તેવા લોકો સામે કાર્યવાહી થશે : ફળદુ