યાત્રિકોની માગ અને સુવિધાને ધ્યાન પર રાખી સુવિધામાં વધારો કરાયો
ભાવનગરમાં યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે ૯ ઓગસ્ટ ૨૦૨૧ થી આગામી સૂચના સુધી બે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ-ટ્રેન નંબર ૦૯૫૩૪ ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક લોકલ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી ૧૪ઃ૦૦ કલાકે ઉપડશે અને ૧૮ઃ૦૫ કલાકે સુરેન્દ્રનગર પહોંચશે.ટ્રેન નંબર ૦૯૫૨૭ સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ સ્પેશિયલ સુરેન્દ્રનગરથી ૧૮ઃ૩૦ કલાકે ઉપડશે અને ૨૩ઃ૦૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.ટ્રેન નં. ૦૯૫૧૦ ભાવનગર-પાલિતાણા દૈનિક સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દરરોજ ૦૬.૩૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૭.૪૫ કલાકે પાલિતાણા પહોંચશે.ટ્રેન નં. ૦૯૫૦૯ પાલિતાણા-ભાવનગર દૈનિક સ્પેશિયલ પાલિતાણાથી દરરોજ ૦૮.૨૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે ૦૯.૫૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.ઉપરોક્ત તમામ ટ્રેનો ૯ ઓગસ્ટ, ૨૦૨૧ થી આગળની સૂચના સુધી ચાલશે. ઉપરોક્ત ટ્રેનોની વિગતવાર માહિતી માટે, યાત્રિયો કૃપા કરીને વેબસાઇટwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.