ભાવનગર જિલ્લો કોરોનામુક્ત થવા તરફ, સતત બીજા દિવસે એકપણ નવો કેસ નહીં

323

જિલ્લામાં હવે ફક્ત ૧ એક્ટિવ કેસ રહ્યા
ભાવનગર જિલ્લો કોરોનામુ્‌કત થવા તરફ આગળ વધી રહ્યો છે. આજે સતત બીજા દિવસ છે કે, જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. સૌથી મોટી રાહતની વાત એ છે કે, ભાવનગરમાં હવે કોરોના ફક્ત એક જ એક્ટિવ કેસ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૪૨૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો નહીં. જ્યારે ગ્રામ્ય એકપણ કોરોના રિપોર્ટ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આમ બીજા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા રાહત થઈ હતી.ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અને તાલુકાઓમાં એકપણ કોરોના દર્દીઓ મુક્ત પણ નથી થયા. જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૨૭ કેસ પૈકી હાલ ૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleપાલિતાણાના ભંડારીયા ગામની સીમમાંથી માનવભક્ષી દીપડો ઝડપાતા લોકોએ રાહતના શ્વાસ લીધા
Next articleરાજપરા-ખોડિયાર તળાવમાંથી અજાણ્યો મૃતદેહ મળી આવ્યો