કર્ણાટકમાં ૬૦ વાનરોને ઝેર આપી મારી નાખવા મામલે રણદીપ હુડાએ સીએમને એક્શન લેવા અપીલ કરી

305

(જી.એન.એસ)મુંબઈ,તા.૩૧
પર્યાવરણ અને પશુઓ સાથે જોડાયેલા મુદ્દા પર એક્ટર રણદીપ હુડા સતત બધાનું ધ્યાન ખેંચતો રહે છે. કર્ણાટકમાં વાનરોની હત્યા મામલે તેણે ચિંતા જાહેર કરી છે. તેણે લખ્યું, ઘૃણાસ્પદ કૃત્ય છે. ૬૦ વાનરોને ઝેર આપવામાં આવ્યું અને પછી બધાને રસ્તાના કિનારે ફેંકી દીધા. રણદીપે તેની પોસ્ટમાં મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈને પણ ટેગ કર્યા છે અને તેમને એક્શન લેવા માટે અપીલ કરી છે. એક્ટરે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટને પણ ટેગ કર્યા છે. રણદીપે કહ્યું કે, જે લોકોએ પણ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે, તેની પર કડક એક્શન લેવામાં આવે.
રણદીપે એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે, વાંદરાઓને ઝેર આપવામાં આવ્યું અને પછી બેગમાં ભરીને હાસન જીલ્લામાં રસ્તા પર ફેંકી દીધા. આ ઉપરાંત તેણે પર્યાવરણ અને એનિમલ ક્રુએલિટી વિરુદ્ધ અવેરનેસ ફેલાવવા માટે સો.મીડિયા અકાઉન્ટ પણ ઘણી બધી લિંક શેર કરી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો છેલ્લે એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’માં દેખાયો હતો. આ ફિલ્મમાં દિશા પટની પણ હતી. એ પછી તે વિવેક ચૌહાણની ફિલ્મ રાત ઓન અ હાઈવે, સાઈ કબીરની મર્દ અને અનફેર એન્ડ લવલીમાં દેખાશે. અનફેર એન્ડ લવલીમાં પ્રથમવાર ઈલિયાના ડિક્રૂઝ સાથે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત તે વેબસિરીઝમાં પણ ડેબ્યુ કરવાનો છે. સિરીઝનું નામ ‘ઇન્સપેક્ટર અવિનાશ’ છે. આ સિરીઝ ઉત્તર પ્રદેશના સુપર કોપ અવિનાશ મિશ્રાની લાઈફ પર આધારિત છે.

Previous article‘પટિયાલા બેબ્સ’ ફેમ અશનૂર કૌરે સીબીએસઈ ધો. ૧૨માં ૯૪% મેળવ્યા
Next articleફિલ્મમેકર હંસલ મહેતાએ શિલ્પા શેટ્ટીનો પક્ષ લઈને તેને સપોર્ટ કર્યો