સમગ્ર દેશમાં આર્થિક કટોકટી સર્જાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેનું મુખ્ય કારણ એ છે કે દેશનાં છ્સ્ માં રોકડ રકમ ખૂટી પડી છે. છેલ્લા એક અઠવાડિયાથી લોકો છ્સ્ માં કેશ લેવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે. મોદી સરકારે વટ પાડવા માટે મોટા ઉપાડે નોટબંધી લાગુ કરી દીધી પણ તેની આડઅસરોથી પ્રજાની વાટ લાગી ગઈ છે.
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી રાજયભરમાં એટીએમ માં નાણાની અછતનો ભોગ બન્યા હતા. તેમણે જુદા જુદા સ્થળોએ એટીએમમાંથી કેશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બધી જ જગ્યાએ નો કેશનો ભોગ બનવું પડયું હતું. આખરે જરૂરી રોકડ નાણા ઉછીના લેવા પડયા હોવાનો તેમણે નિખાલસ પણે એકરાર કર્યો હતો.
આ મુસીબતે વિપક્ષના નેતા પરેશ પરેશ ધાનાણીને પણ નથી છોડયા. વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે હું દિલ્હી હતો ત્યારબાદ મુંબઈ અને પછી અમરેલી પરત ફર્યો પણ એક છ્સ્ માં મને કેશ નાં મળી જેને કારણે ઉછીનાં રૂપિયા લઇ ચલાવવું પડયું હતું.
આમ એક રાજ્યના વિપક્ષનાં નેતાને પણ છ્સ્ માંથી પૈસા નથી મળી રહ્યા ત્યારે સરકાર શું કરી રહી છે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. વિપક્ષનાં નેતાની આ હાલત હોય તો અન્ય સામાન્ય લોકોની શું હાલત હશે તે વિચારવાલાયક પ્રશ્ન છે.
ઉલ્લેખનીય છે કે રીઝર્વ બેંકે રાજ્યોમાં કેશની સમસ્યાને દુર કરવા માટે પગલાં ભર્યા છે અને હાલત જલ્દીથી સામાન્ય થઇ જશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. રીઝર્વ બેન્કના સુત્રોનાં જણાવ્યા મુજબ અસમ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં લોકોએ જરૂરિયાત કરતા વધુ રોકડ રકમ ઉપાડી હોવાને કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.