(જી.એન.એસ)ટોક્યો,તા.૩૧
ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ભારતને આજે ઝટકો લાગ્યો છે. જેમની પર મેડલની આશા હતી એ ભારતની બંને દીકરીઓની આજે ઓલિમ્પિકમાં હાર થઈ છે. પીવી સંધુ અને પૂજા રાની બંને હાર્યા છે. સંધુની નજર હવે કાંસ્ય મેડલ પર રહેશે. સંધુને વિશ્વની નંબર વન ખેલાડીએ હાર આપી છે. આજે ભારતને મેડલની આશા હતી એ ધૂળમાં રગદોળાઈ છે. ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં બોક્સિંગમાં ભારતની મેડલની આશાને આંચકો લાગ્યો છે. મહિલા મિડલવેટમાં ભારતની પૂજા રાનીને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે તેની બોક્સિંગમાં બીજા મેડલની આશા ઠગારી નીવડી હતી. ૭૫ કિલો વર્ગમાં વધુ મજબૂત ચાઇનીઝ બોક્સર લી કિયાનનો સામનો કરતા પૂજાએ પોતાની તાકાત બતાવી હતી. પરંતુ ચાઇનીઝ બોક્સરના અનુભવનું વજન પૂજા પર હતું અને તેણે એકતરફી નિર્ણયમાં પૂજાને ૫-૦થી હરાવી હતી. પૂજા માટે મેડલની ખાતરી કરવા માટે આ મેચ જીતવી જરૂરી હતી. પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ૩૦ વર્ષીય પૂજા રાનીએ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન લી કિયાન સામે આક્રમક શરૂઆત કરી અને પ્રથમ રાઉન્ડમાં કેટલાક યોગ્ય મુક્કા મારવામાં સફળ રહી, પરંતુ નંબર બે ક્રમાંકિત લી કિયાનને વધુ તેના પંચમાં ચોકસાઈ અને ધીરજ હતી. જેના કારણે તમામ પાંચ જજોએ તેને પ્રથમ રાઉન્ડમાં ૧૦-૧૦ પોઈન્ટ આપ્યા હતા, જ્યારે પૂજાને ૯-૯ પોઈન્ટ મળ્યા હતા.
પીવી સંધુથી દેશને ગોલ્ડ મેડલની મોટી આશાઓ હતી પણ આ આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ છે. સિંધુ ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઈ છે. જેને ચીનની તાઈપે જૂ ચિંગે સેમિફાયનલના મુકાબલમાં સીધી ગેમમાં ૨૧-૧૮, ૨૧-૧૨થી હરાવી છે. સિંધું હવે બ્રોન્ઝ માટે મેચ રમશે. જે મેડલ માટે પણ ચીનની ખેલાડીનો સામનો કરવો પડશે. પ્રથમ ગેમ હારવા બાદ સિંઘુ બીજી ગેમમાં પણ પાછળ રહી ગઈ હતી. તાઈ જૂ યિંગે સિંધુને ભૂલો કરવા માટે મજબૂર કરી દીધી હતી. પ્રથમ ગેમમાં મળેલી હારનું પ્રેશન સિંધુનું બીજી ગેમમાં પણ પડ્યું હતું.