(જી.એન.એસ)ટોક્યો,તા.૩૧
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં એક જ મેડલ પોતાના નામે કર્યો છે. ૨૪ વર્ષની ભારતીય મુક્કેબાજ લવલીના બોરગોહેને મહિલા મુક્કેબાજીની સેમીફાઇનલમાં પહોંચીને કાંસ્ય પદક પાક્કો કરી લીધો છે. શનિવારના રોજ ચક્ર ફેંક એથલીટ કમલપ્રીત કૌરે ધમાકેદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ત્યારે તીરંદાજી અને બોક્સિંગમાં ભારતને નિરાસ મળી છે. તીરંદાજ અતનુ દાસ અને બોક્સર અમિત પંધલ હારી બહાર થયા છે. બન્ને પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં હાર્યા છે. ભારતની મહિલા ડિસ્કસ થ્રો એથલીટ કમલપ્રીત કૌરે મહિલાઓની ચક્ર ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કમલપ્રીત કૌરે છેલ્લાં પ્રયાસમાં ૬૪.૦૦૦ મીટરના અંતર પર થ્રો કર્યો. બીજી બાજુ અનુભવી સીમા પૂનિયા બહાર થઇ ગઇ. કમલપ્રીત કૌરે પોતાના બીજા પ્રયાસમાં ૬૩.૯૭ મીટરના અંતરે થ્રો કર્યો. કમલપ્રીત કૌરે સોમવારના રોજ યોજાનાર ફાઇનલ માટે આશા જગાવી દીધી છે. તેઓ ભારતની પહેલી મહિલા ડિસ્કસ થ્રોઅર છે જેણે ૬૫ મીટરથી ઉપર થ્રો કર્યો છે. તેમણે ફેડરેશન કપમાં આમ કર્યું હતું. તેમણે ઇન્ડિયન ગ્રાં પ્રી૪માં ૬૬.૫૯ મીટર થ્રો ફેંકીને પોતાનો જ રેકોર્ડ તોડી દીધો હતો. દ્રોણાચાર્ય ઍવોર્ડ વિજેતા વીરેન્દ્ર પૂનિયાને કમલપ્રીતથી ઘણી આશા છે. તેમણે કહ્યું કે જો કમલપ્રીત ટોક્યોમાં આ પ્રદર્શનને ફરી દોહરાવે જે તેમણે ભારતમાં કર્યું હતું. ૬૬.૫૯ મીટર સુધી ફેંકી શકે છે તો તેઓ પાક્કો મેડલ લઇને આવશે. તેઓ સતત પોતાનું પ્રદર્શન સુધારી રહ્યા છે. પહેલાં તેમણે ૬૫.૦૯ મીટર થ્રો ફેંકીને રેકોર્ડ બનાવ્યો છે અને ફરી જૂનમાં ૬૬.૫૯ મીટર ફેંકીને તેને શ્રેષ્ઠ કર્યું. આ સારા સંકેત છે.
Home Entertainment Sports ચક્ર ફેંક એથલીટમાં કમલપ્રીત કૌરે ધમાકેદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો