નવો સુપર-મ્યુટન્ટ કોરોના એટલો ખતરનાક હશે કે દર ૩માંથી ૧ વ્યક્તિનું મોત થશે

630

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૧
બ્રિટનના સરકારી વૈજ્ઞાનિકોના ગ્રૂપે ચેતવણી આપી છે કે કોરોનાવાયરસનો સુપર મ્યુટન્ટ વેરિઅન્ટ એટલો ખતરનાક હોઇ શકે છે કે તેના લીધે દર ત્રણમાંથી એક વ્યક્તિનું મોત થઇ શકે છે. આ એક્સપર્ટસે બ્રિટન સરકારને સમયસર પગલાં ભરવાની માંગણી કરી છે. આ ગ્રૂપમાં સામેલ એક્સપર્ટસનું કહેવું છે કે જ્યારે વાયરસ કોઇ જગ્યાએ વધુ સમય સુધી રહે છે તો તેમાં મ્યુટેશનની સંભાવના સૌથી વધુ હોય છે. આવું જ બ્રિટનમાં થઇ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રિટનને શિયાળા સુધીમાં બુસ્ટર વેકસીન લાવવી પડશે, વિદેશથી વાયરસના નવા વેરિઅન્ટને આવતા રોકવા પડશે અને જેમાં વાયરસ રહી છે કે એવા પ્રાણીઓને પણ મારવા પડી શકે છે વૈજ્ઞાનિકોએ આવનારા સમયની સંભાવનાઓ પર એક પેપર રિલીઝ કર્યું છે જેમાં આ સુપર-મ્યુટેંટ વેરિઅન્ટનો ખતરો બતાવ્યો છે. એક્સપર્ટસનું કહેવું છે કે જો આવનાર સ્ટ્રેન દક્ષિણ આફ્રિકામાં મળેલા બીટા અને કેંટમાં મળેલા આલ્ફા કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટથી મળીને બન્યો તો આ વેક્સીન્સને પણ બિનઅસરકાર કરી દેશે. તેના લીધે મૃત્યુદર પણ વધવાની આશંકા છે. જો કે ટીમનું કહેવું છે કે વેક્સીનને બિનઅસરકાર કરવા માટે કોઇ ખૂબ જ શક્તિશાળી વેરિઅન્ટની જ જરૂર પડશે.
આ રિપોર્ટના આધાર પર બ્રિટનમાં લોકડાઉનના પ્રતિબંધોને ખત્મ કરવાની સરકારની તૈયારીઓને લઇ એક્સપર્ટસે એક વખત ફરીથી ચેતવ્યા છે. તેમનું કહેવું છે કે જીછય્ઈના રિપોર્ટ પરથી ખબર પડી કે વાયરસથી પીછો હજુ છૂટ્યો નથી. આથી સરકારે તેને લઇ વધુ એલર્ટ થવું જોઇએ. એક્સપર્ટસે પ્રાણીઓને વાયરસને રેજવૉયર બનવાથી રોકવાની સલાહ આપી છે. તેમણે ડૉકટર્સને પણ કહ્યું છે કે કેટલીક દવાઓ સાચવીને ઉપયોગ કરવા માટે કહ્યું છે. જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ પર વાયરસ તેની વિરૂદ્ધ રેજીસ્ટન્સ પેદા કરી શકે છે.

Previous articleકોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાઃ તરણેતરનો મેળો બીજા વર્ષે રદ્દ
Next articleભીંડમાં ૧૫૦ વર્ષ જુની જેલમાં મોટી દૂર્ઘટના, બેરેક ધરાશાયી થતાં ૨૨ કેદી ઘાયલ