માત્ર સાડા ત્રણ કલાકમાં જ દિલ્હીથી અમદાવાદ પહોંચાશે

249

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૧
દિલ્હીથી અમદાવાદ સુધીની સફર ૩.૫ કલાકમાં પૂરી થઇ શકશે. તેના માટે દિલ્હી અને અમદાવાદની વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોરનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. કહેવાય છે કે હાઇ સ્પીડ રેલવે કોરિડોર એટલે કે બુલેટ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ કલાકની ૩૫૦ કિલોમીટર હશે. જ્યારે સરેરાશ સ્પીડ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. આ પ્રોજેક્ટને લઇ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે શુક્રવારના રોજ ગુરૂગ્રામમાં પર્યાવરણ અને સામાજિક પરામર્શ બેઠક આયોજીત કરી. તેમાં કહ્યું કે દિલ્હી અને અમદાવાદની વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોરનો ડીપીઆર તૈયાર થઇ રહ્યો છે.
કહેવાય છે કે કોરિડોર બન્યા બાદ દિલ્હીથી અમદાવાદની મુસાફરી માત્ર ૩.૫ કલાકમાં પૂરી થઇ શકશે. આ કોરિડોરની લંબાઇ ૮૮૬ કિલોમીટર છે. તેમાં દિલ્હીથી લઇ અમદાવાદ સુધી ૧૪ સ્ટેશન બનાવાશે. હરિયાણામાં આ કોરિડોરની લંબાઇ ૭૮.૨૨ કિલોમીટરની નજીક છે. આપને જણાવી દઇએ કે હાઇ સ્પીડ રેલ કોરિડોર દિલ્હીના દ્વારકાથી શરૂ થશે. આ ગુરૂગ્રામમાં દ્વારકા એક્સપ્રેસ વેની સાથો સાથ પ્રસ્તાવિત છે. ગુરૂગ્રામથી આગળ આ હાઇસ્પીડ રેલ કોરિડોર ગુરૂગ્રામ-જયપુર રેલ લાઇનની સાથે રેવાડી અને ત્યારબાદ એનએચ-૪૮ની સમાંતર અમદાવાદ પહોંચશે.

Previous articleભીંડમાં ૧૫૦ વર્ષ જુની જેલમાં મોટી દૂર્ઘટના, બેરેક ધરાશાયી થતાં ૨૨ કેદી ઘાયલ
Next articleકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો