રાજુલા ન.પા. પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મંજુર

627
guj1842018-2.jpg

રાજુલા નગરપાલિકામાં ૩પ વર્ષથી ધાખડા પરિવારનો દબદબો રાજુલાની જનતા જાળવી રાખતી આવી છે. હીરાભાઈ સોલંકી પાસેથી ધાખડા સંજયભાઈએ નગરપાલિકા પ્રેમથી લીધી હતી ત્યારે હાલના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે દાવાનળ સળગ્યો. કોંગ્રેસના ૧૯ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મહિલા પ્રમુખ પદ અંબરીશભાઈના નજીકના મહિલા મીનાબેન વાઘેલાની વરણી કરાવી દીધા બાદ મીનાબેન વાઘેલા અગાઉ ૧૦ વર્ષ પહેલા ભાજપ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાયેલી અને તેને પ્રમુખ પદે બેસાડતા અંદરોઅંદર ભડકો થયો અને કોંગ્રેસના ર૭ સભ્યોમાં ૧ ભાજપ મળી ર૮ સીટ હોય તેમાં ૧૯ કોંગ્રેસના સભ્યોને નગરપાલિકાના કોંગ્રેસ ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડાની આગેવાનીમાં ૧૯ સભ્યોની સહીઓ દ્વારા વિવાદીત મીનાબેન વાઘેલાને પ્રમુખ પદેથી હટાવવા અવિશ્વાસની દરખાસ્ત મુકી કોઈ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા તેની આજે ૧પ દિવસે પ્રમુખ દ્વારા બોર્ડ મિટીંગ નક્કી થયા મુજબ આજે ૧૯ સભ્યો મતદાન કરવા હાજર થવાના હોય એક બાજુ અંબરીશભાઈ ડેરના માણસો અને એક બાજુ નગરપાલિકામાં ૩પ-૩પ વર્ષથી દબદબો જાળવી રાખતા રાજવંશના ધાખડા પરિવારના છત્રજીતભાઈ ધાખડાના ૧૯ સભ્યોમાં ૧૯એ ૧૯નો મત લીગલી જોઈતો હોય પણ ૧૯માંથી ૧ સભ્ય અંબરીશભાઈ ડેર તરફ ઢળી જતા સૌના ૧૮ સભ્યોના શ્વાસ અધ્ધર થઈ ગયેલા કે આવડો મોટો હોબાળો અને ૧ મતખડી જતા શું થશેના અધ્ધર શ્વાસ વચ્ચે ભાજપના શહેર પ્રમુખ મયુરભાઈ દવેના ધર્મપત્ની જ્યોતિબેન મયુરભાઈ દવે ભાજપ દ્વારા ૧૮ સભ્યોને ટેકો આપી મત કોંગ્રેસને જાહેર કરતા મીનાબેન સામે મુકાયેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ પણ ત્રણ દિવસ સુધી પ્રમુખ પદે રહેશે તેમજ તે ૬૦ દિવસનો કાર્યકાલ રહેશે. કોંગ્રેસ તરફથી વ્હીપ અપાઈ ગઈ છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૮ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્સ કરાશે તો ૧૮ના સભ્યો વોર્ડ વાઈઝ ફરી ચૂંટણી થશે. જો કે કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલી વ્હીપને ૧૮ સભ્યોએ સ્વીકારી નથી. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પંકજભાઈ કાનાબાર દ્વારા આ રીપોર્ટ હાઈકમાન્ડને મોકલી દેવાયો છે. વ્હીપનો અનાદર કરનાર દરેક સભ્યોન તેનું સભ્ય પદ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકશે તેમ પંકજભાઈ કાનાબારે મિટીંગ પુરી થતા પત્રકાર પરિષદમાં આવો ઉલ્લેખ કરેલ. હવે જોઈએ કે એટલું સત્ય છે કે રાજુલામાં સૌપ્રથમ વાર રાજુલાની જનતાએ કોંગ્રેસને ખોબલે ખોબલે મતો આપી સ્પષ્ટ બહુમતી ભાજપના ગઢમાં જોરદાર ગાબડુ પાડી વિજય તો હાંસલ કરે પણ રાજનીતિ તો ક્ષત્રિયો પાસેથી અન્ય સમાજને શીખવી પડે. આવતા સમયમાં અનેક મુદ્દાઓને લઈને કેવા ચઢાવ ઉતાર રાજકિય દાવપેચ રમાશે તે આવનારો સમય જ બતાવશે. 
હાલની પરિસ્થિતિ તો ગજબ બનાવ પોલીસના ધાડેધાડા સાથે પીઆઈ યુ.ડી. જાડેજા દ્વારા કડક બંદોબસ્તથી શાંતિપૂર્વક ચૂંટણી પ્રક્રિયા કરવામાં ચૂંટણી અધિકારી તેમજ ચીફ ઓફિસર રાકેશ પરીખ દ્વારા ચૂંટણી અધિકારી તેમજ ચીફ ઓફિસર રાકેશ પરીખ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને હેન્ડલ કરી ચૂંટણી પ્રક્રિયા નગરજનોના ટોળેટોળાના અધ્ધર શ્વાસે પૂર્ણ કરવામાં આવી હતી.

Previous articleરાજુલા ખાતે પરશુરામ જયંતિની ઉજવણી કરાશે
Next articleમહુવામાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ