આતંકી હુમલાનું કાવતરૂ નિષ્ફળઃ મોટી માત્રામાં વિસ્ફોટકો મળ્યા

185

(જી.એન.એસ)જમ્મૂ,તા.૩૧
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓનુ એક મોટુ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ છે. સુરક્ષાદળોએ જમ્મુ અને પૂંછ હાઈવે પર મુકવામાં આવેલા વિસ્ફટકોને શોધી કાઢીને તેને ડિફ્યુઝ કર્યા છે.આતંકીઓએ આ વિસ્ફોટકો આ હાઈવે પરથી પસાર થતા સુરક્ષાદળોના કે બીજા વાહનોને ટાર્ગેટ કરવા માટે પ્લાન્ટ કર્યા હતા.પોલીસના કહેવા પ્રમાણે શનિવારે વહેલી સવારે જાણકારી મળી હતી કે , જમ્મૂ પૂંછ હાઈવે પર એક જગ્યાએ શંકાસ્પદ હિલચાલ જોવા મળી છે. એ પછી પોલીસ અ્‌ને સેનાના જવાનોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.જે દરમિયાન સુરક્ષાદળોને વિસ્ફોટકો મળી આવ્યા હતા.આ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી અને તેને નિષ્ક્રિય કરાયા હતા.જોકે આ દરમિયાન હાઈવે પર વાહનોની અવર જવર રોકી દેવામાં આવી હતી. આ વખતે પંદર ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માંગે છે તેવી બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ પોતાની સર્તકતા વધારી દીધી છે.

Previous articleમોદી મોંઘવારી પર સંસદમાં ચર્ચા કરતા ડરે છેઃ પ્રિયંકા ગાંધી
Next articleકોરોનાનો કેર વધતા જાપાનમાં ૩૧ ઓગસ્ટ સુધી ઇમરજન્સીની જાહેરાત