(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૩૧
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય અમેરિકન રાશદ હુસૈનને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર એટ લાર્જના રુપમાં નીમ્યા છે. રાશદ હુસૈન આ મહત્ત્વનો હોદ્દો મેળવનારા પ્રથમ મુસ્લિમ છે. ૪૧ વર્ષીય રાશદ હુસૈન હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ભાગીદારી અને વૈશ્વિક જોડાણના નિર્દેશક છે. હુસૈને યેલ યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવી છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક સ્ટડી અને અરબીમાં માસ્ટરની ડિગ્રી મેળવી છે. વ્હાઇટ હાઉસમાં એક નિવેદનમાં જણાવાયું છે કે આજની જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે બધા ધર્મો પ્રત્યે સમાનતાની ભાવના ધરાવે છે. હુસૈન આ મામલામાં પહેલા મુસ્લિમ હશે જેમને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર એટ લાર્જ તરીકે નીમવામાં આવ્યા છે. રાશદે આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાય વિભાગમાં વરિષ્ઠ વકીલ તરીકે કામ કર્યુ છે. ઓબામાના શાસનકાળ દરમિયાન રાશદે ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી)માં અમેરિકાના વિશેષ દૂત, સ્ટ્રેટેજિક કાઉન્ટર ટેરરિઝમ કમ્યુનિકેશનમાં અમેરિકાના ખાસ દૂત તથા વ્હાઇટ હાઉસ કાઉન્સેલમાં ડેપ્યુટી એસોસિયેટના તરીકે પોતાની સેવા આપી છે. એક દૂત તરીકે રાશદે બહુપક્ષીય સંગઠનો સાથે કામ કર્યુ છે. તેમા ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી) અને સંયુક્ત રાષ્ટ્ર, વિદેશી સરકાર, નાગરિક સમાજ સંગઠન, શિક્ષા, ઉદ્યમશીલતા, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્ર સામેલ છે. રાશદએ યહૂદી વિરોધીઓનો સામનો કરવા માટે મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં ધાર્મિક લઘુમતીઓની રક્ષા કરવાના પ્રયત્નોનું નેતૃત્વ પણ કર્યુ છે.
Home National International આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર એટ લાર્જના રુપમાં નિમ્યા