ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં એમએસડબલ્યુમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે કોલેજ ખાતે કેમ્પસ ઈન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા. જેમાં ૪૦ વિદ્યાર્થીનીઓને નોકરીના કોલ લેટર આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીનીઓ પ્રથમ વર્ષથી આત્મનિર્ભર બને અને તેનો આત્મવિશ્વાસ વધે તેવા કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ તેમના પ્રથમ દિવસથી જ તેમને અભ્યાસની સાથે પ્રેક્ટિકલ નોલેજ મળે તેવા કાર્યક્રમોનું આયોજન કરી ઈન્ટરવ્યુ કઈ રીતે આપવું ? નેતૃત્વ શક્તિ કઈ રીતે કેળવાય ? અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કઈ રીતે કરી શકાય ? તેવા સેમિનારો યોજી વિદ્યાર્થીનીઓને તૈયાર કરવામાં આવે છે. આ જ કારણોસર એક સાથે ૪૦ વિદ્યાર્થીનીઓને આવા ઉંચા પેકેજ સાથે નોકરી મળી તે કોલેજ માટે ગૌરવની વાત છે.
નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ગુજરાતની નામાંકિત સંસ્થાઓ ક્રીયા ફાઉન્ડેશન-વડોદરા, દીનબંધુ વેલ્ફર ટ્રસ્ટ-સેલવાસ, દીનબંધુ ટ્રસ્ટ-અમદાવાદ, સરદાર પટેલ સેવા ટ્રસ્ટ-ભાવનગર, નહેરૂ યુવા કેન્દ્ર-સેલવાસ જેવી અનેક સંસ્થાઓ દ્વારા કોલેજ ખાતે કેમ્પસ ઈન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા. જેમાં ૧,૩૦,૦૦૦ થી ર,પ૦,૦૦૦ સુધીના પેકેજ સાથે ૪૦ વિદ્યાર્થીનીઓને નિમણુંક પત્રક આપવામાં આવ્યા હતા.