પાલિતાણા તાલુકાની સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે પસંદ થયેલ મોટી પાણીયાળી કે.વ શાળામાં જ્ઞાનશક્તિ દિનની ઉજવણી નિમિતે શાળાના છ સ્માર્ટ ક્લાસના જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા યોજનાની માહિતી આપવામાં આવી હતી જ્યારે શિક્ષકશ્રી રાજનભાઈ કાનાણી દ્વારા સ્માર્ટ કલાસમાં બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે અને કઈ કઈ રીતે ઉપયોગી છે તેની સમજણ આપવામાં આવી હતી.કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને એસ.એમ.સી કમિટીના અધ્યક્ષ બાબુભાઇ વાઘેલા અને શિક્ષણવિદ હરેશભાઈ વાઘેલા તથા સભ્યશ્રી રસિકભાઈ વાઘેલા અને મહેશભાઇ વાઘેલા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.