પ્રફુલ્લિત મનથી પરીક્ષાઓ આપ્યા બાદ ફન, એન્જોય અને આનંદથી વિદ્યાર્થીઓ મનપસંદ પ્રવૃત્તિઓ કરવા માટે સેંટ ઝેવિયર્સ પ્રાયમરી સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓના વેકેશનના સમયનો સદઉપયોગ તા.૧૪ થી ર૧ એપ્રિલ સુધી મેગા સ્પેશ્યલ સમર વેકેશન કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં સેંટ ઝેવિયર્સ સ્કુલમાં શ્રેણી ૧ થી ૮ના ૩૬૦ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ યોગ કરાટે, ડ્રોઈંગ, મહેંદી, ગ્લાસ પેઈન્ટિંગ, સિરામિક પેઈન્ટિંગ, લોકનૃત્ય, અક્ષર સુધારણા કાર્યક્રમમાં ભાગ લીધેલ છે. જેનો ઉદ્દઘાટન કાર્યક્રમ પાંડે, ડો.જાડેજા, ડો.સૂચક, વિપુલભાઈ ચૌહાણ, ફાધર જેકબ, પનારા તથા સ્કુલના આચાર્ય ફાધર જોબી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક તરૂબેન, પાયલબેન, કવિતાબેન, હીનાબેન, રાજેશ્રીબેન, પ્રતિભાબેન, તાહેરાબેન, અનુજાબેન, માર્ગરેટબેન, મીનાબેનએ પોતાનો સહકાર આપ્યો. ઈન્સ્ટ્રક્ટર ટીમમાં વિનોદભાઈ માલાણી, નમ્રતાબેન ગાંધી, સુનીતાબેન માનકાણી, બળવંતભાઈ તેજાણી, મરજીનાબેન, કલ્પેશભાઈ ભડીયાદ્રા સેવા આપી રહ્યાં છે.