મોંઘવારીનો એક વધુ ઝટકો : જુલાઇમાં ઓઇલ કંપનીઓએ ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ ૨૫.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો
(સં. સ. સે.)નવી દિલ્હી,તા.૧
ઓગસ્ટ મહિનાના પહેલાં દિવસથી જ લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. જોકે સરકારી ઓઇલ કંપનીએ એક ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં જોરદાર વધારો કર્યો છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનએ ૧૯ કેજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૭૩.૫ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૯ કિગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૧,૫૦૦ રૂપિયાથી વધારીને ૧૬૨૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયો છે. જોકે ઘરેલૂ ઉપયોગવાળા ૧૪.૨ કિગ્રા સબસિડી વિનાના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ મુજબ દિલ્હીમાં ૧૪.૨ કિગ્રા સબસિડી વિનાના રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત ૮૩૪.૫૦ રૂપિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇમાં ઓઇલ કંપનીઓએ ઘરેલૂ રસોઇ હેસ સિલિન્ડરના ભાવ ૨૫.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે દિલ્હીમાં સબસિડી વિનાના ૧૪.૨ કિગ્રા સિલિન્ડરના ભાવ ફેરફાર કર્યા વિના ૮૩૪.૫૦ રૂપિયા, કલકત્તામાં ૮૬૧ રૂપિયા, મુંબઇમાં ૮૩૪.૫૦ રૂપિયા અને ચેન્નઇમાં ૮૫૦.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧૯ કેજી કોમર્શિયલ ગેસ સિલિન્ડૅરના ભાવમાં વધારો કર્યો છે. તેના હેઠળ સૌથી વધુ ચેન્નઇમાં ૭૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. તો બીજી તરફ દિલ્હીમાં ૧૯ કિગ્રા કોમર્શિયલ ગેસની કિંમત ૭૩ રૂપિયા વધારીને ૧૬૨૩ રૂપિયા થઇ ગઇ છે. કલકત્તામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૭૨.૫૦ રૂપિયા વધારીને ૧૬૨૯ રૂપિયા, મુંબઇમાં ૭૨.૫૦ રૂપિયા વધારીને ૧૫૭૯.૫૦ રૂપિયા અને ચેન્નઇમાં ૭૩.૫૦ રૂપિયા વધારીને ૧૭૬૧ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયો છે. જો તમે પણ ઘરેબેઠા રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માંગો છો તો તેના માટે તમે સરકારી ઓઇલ કંપનીઓની વેબસાઇટ પર જાવ. અહીંયા કંપનીઓ દર મહિને નવા રેટ્સ જાહેર કરે છે.