(જી.એન.એસ)શ્રીનગર,તા.૧
સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર રામ ચરણ અને જૂનિયર એનટીઆરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આરઆરઆર’નો મ્યૂઝિક વીડીયો દોસ્તી ફ્રેન્ડશિપ ડેના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યો છે. તેને ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલીએ ટ્વીટર એકાઉન્ટથી શૅર કર્યો છે. દોસ્તી સોન્ગ આ ફિલ્મનો પહેલો મ્યૂઝિક વીડિયો છે. તેને પાંચ સિંગર્સે ગાયું છે. અનિરુદ્ધ રવિચંદ્રન, વિજય યેસુદાસ, અમિત ત્રિવેદી, હેમચંદ્રા અને યાજિન નિજારે પોતાનો સ્વર આપ્યો છે. ગીતને પાંચ ભાષા તમિલ, તેલુગુ, મલયામલ, કન્નડ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સોન્ગને એમએમ કીરવાનીએ કમ્પોઝ કર્યું છે. રામ ચરણ અને જૂનિયર એનટીઆરનો મ્યૂઝિક વીડિયો આપી રહ્યો છે દોસ્તીનો સંદેશ ફ્રેન્ડશિપ ડેના અવસરે આરઆરઆરના મ્યૂઝિક વીડિયોમાં રામ ચરણ અને જૂનિયર એનટીઆર લાસ્ટમાં એન્ટ્રી કરે છે. તેમાં તેમનું અપીયરન્સ છે. ફ્રેન્ડશીપ ડેના પ્રસંગે રિલીજ રામ ચરણ અને જૂનિયર એનટીઆરનું આ ગીત દોસ્તીનો સંદેશ આપી રહ્યું છે. તેના વીડિયોને એસ.એસ.રાજમૌલીએ શૅર કરવાની સાથે જ ટ્વીટર પર લખ્યું, ફ્રેન્ડશિપ ડે સાક્ષી છે, બે શક્તિશાળી રામરાજૂ અને ભીમ એક સાથે આવી રહ્યા છે. પોસ્ટમાં ડાયરેક્ટરે યૂટ્યૂબની લિંક પણ શૅર કરી છે. ગીતના લિરીક્સ રિયા મુખર્જીએ લખ્યા છે અને એમ.એમ.ક્રીમ દ્વારા કમ્પોઝ કરાયું છે. ’આરઆરઆર’ની કહાણીની વાત કરવામાં આવે તો તે એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. તેમાં બે સ્વતંત્રતા સેનાનીઓ કોમરામ અને અલ્લરી સીતારામરાજૂ પર આધારિત એક કાલ્પનિક કહાણી છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. તેમાં એનટીઆર જૂનિયર, રામ ચરણ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ જોવા મળશે. રાજામૌલીની મલ્ટીસ્ટારર ફિલ્મ ’આરઆરઆર’ ભારતની મોટી ફિલ્મો પૈકી એક છે. બીજી તરફ, ફિલ્મનું બજેટ ૪૫૦ કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. ફિલ્મને હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને તમિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. કોવિડને ધ્યાને લઈ મેકર્સે તેની રિલીઝ ડેટ ૧૩ ઓક્ટોબ નક્કી કરી છે.