(જી.એન.એસ)શ્રીનગર,તા.૧
બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને નિર્માતા-નિર્દેશક કિરણ રાવે આજે રાજભવન ખાતે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે મુલાકાત કરી. ઉપરાજ્યપાલને મળતા બન્નેની તસવીર સો.મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમિર ખાન અને કિરણ રાવે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાને રાજભવન ખાતે મળ્યા હતા. આ બેઠક દરમિયાન, જમ્મુ કાશ્મીરની નવી ફિલ્મ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. બોલીવુડમાં જમ્મુ-કાશ્મીરની સુંદરતાને ઉજાગર કરવા અને તેને ફિલ્મના શૂટિંગ માટે મનપસંદ સ્થળ બનાવવા માટે પણ વાતચીત કરવામાં આવી હતી. આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ’લાલ સિંહ ચડ્ડા’નું શૂટિંગ થોડા દિવસ પહેલા લદ્દાખમાં પૂર્ણ થયું હતું. ફિલ્મ ’લાલ સિંહ ચડ્ડા’ ૧૯૯૪ની અમેરિકન કોમેડી-ડ્રામા ’ફોરેસ્ટ ગંપ’થી પ્રેરિત છે. અતુલ કુલકર્ણી દ્વારા લિખિત, ’લાલ સિંહ ચડ્ડા’ નું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે અને વાયકોમ ૧૮ સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મની મુખ્ય જોડી આમિર અને કરીના ’તલાશ’ અને ’૩ ઇડિયટ્સ’ પછી ત્રીજી વખત સ્ક્રીન શેર કરશે.
Home Entertainment Bollywood Hollywood આમિર-કિરણ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલને રાજભવન ખાતે કરી મૂલાકાત