(જી.એન.એસ)મુંબઈ,તા.૧
બોલીવુડ પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હંમેશાથી લોકોના ફેવરેટ લિસ્ટમાં સામેલ છે. હંમેશા બંનેની તસવીરો વાયરલ થાય છે. પરંતુ આજે બંને એક તસવીરમાં સામે આવતાં જ તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. જોકે બંનેને સાથે હિંદુજા હોસ્પિટલની બહાર જોયા હતા. સો.મીડિયા પર આ ફોટો સામે આવતાં જ શુભેચ્છાઓનો સિલસિલો શરૂ થઇ ગયો છે.
જોકે દીપિકા આજે પોતાના પતિ રણવીરની સાથે મુંબઇના હિંદુજા હોસ્પિટલ પહોંચી. આ ફોટા ઇંસ્ટાગ્રામ પર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યા છે, આ ફોટાને જોતાં જ ફેન્સની આશાઓ વધી ગઇ છે. લોકો દીપિકાની પ્રેગ્નેંસીને લઇને અનુમાન લગાવે છે. એકબીજાને શુભેચ્છા પણ આપવા લાગ્યા. આ ફોટામાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એક કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. રણવીરે અને પત્ની દીપિકાએ વ્હાઇટ કલરનું માસ્ક પહેર્યું છે અને બંને બ્લેક ગોગલ્સ લગાવેલા જોવા મળે છે. હવે તેમના ફેન્સ હોસ્પિટલ પહોંચવાના કારણને લઇને ઉતાવળા થઇ ગયા છે. આ ફોટો શેર કરતાં જ એક ફેન્સે કોમેન્ટ કરી, ’લાગે છે દીપિકા પ્રેગ્નેંટ છે. બીજાએ વિરલને શુભેચ્છા આપી કે તે મામા બનવાના છે. તો એકએ લખ્યું કે ’પુત્ર બધુ બરોબર જ છે, નવો સિંહ આવવાનો છે તૈયારીઓ કરો. તમને જણાવી દઇએ કે આ વિશે અત્યાર સુધી કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.
Home Entertainment Bollywood Hollywood દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે પહોંચી હિંદુજા હોસ્પિટલ, લોકોએ કહ્યું- ગૂડ...