(જી.એન.એસ)તા.૧
પાકિસ્તાન તેના રાજકીય એજન્ડા હેઠળ ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીરના ભાગ પીઓકેમાં ટી-૨૦ લીગ યોજી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ પણ આ લીગ માટે અનેક વિદેશી ખેલાડીઓને આમંત્રણ આપ્યું છે. જોકે, ઘણા વિદેશી સ્ટાર્સ હવે લીગમાંથી ખસી રહ્યા છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનર હર્શેલ ગિબ્સે મોટો દાવો કર્યો છે. ગિબ્સે કહ્યું છે કે, મ્ઝ્રઝ્રૈં એના પર દબાણ કરી રહ્યું છે કે જો એ લીગમાં રમશે તો એના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવશે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે પણ આવો દાવો કર્યો છે.
ગિબ્સના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઈએ કહ્યું છે કે જો એ વિદેશી ખેલાડી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રમાનાર લીગમાં ભાગ લેશે તો એને ભવિષ્યમાં ઈન્ડિયાની અંદર જે કોઇપણ ક્રિકેટ સંદર્ભે ઇવેન્ટ યોજાશે એમા કામ નહીં મળે. ગિબ્સે કહ્યું છે કે બીસીસીઆઈએ આ મેસેજ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગ્રીમ સ્મિથને આપ્યું છે. સ્મિથે આની જાણ ગિબ્સને કરી હોવાની વાતનો પણ અહીં ઉલ્લેખ કરાયો હતો. ગિબ્સના આ દાવા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ રોષે ભરાયું છે. તેઓ ભારતના વલણની ટીકા કરી રહ્યા છે. પીસીબીએ દાવો કર્યો છે કે બીસીસીઆઈના દબાણ છતાં ગિબ્સ અને શ્રીલંકાના તિલકરત્ને દિલશાન ચોક્કસપણે આ લીગમાં રમશે. આ સિવાય પાકિસ્તાની બોર્ડે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ??મોન્ટી પાનેસર સહિત કેટલાક અન્ય વિદેશી ખેલાડીઓને પણ સાઇન કર્યા હતા. આ ખેલાડીઓ આ લીગમાં ભાગ લેશે કે નહીં તે હજુ નક્કી નથી. ગિબ્સ અને પીસીબીના દાવાઓ પર બીસીસીઆઈ અથવા ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એવું પણ શક્ય છે કે ગિબ્સ મીડિયાને પીસીબી દ્વારા તૈયાર કરાયેલા નિવેદનો આપી રહ્યો હોય.
Home Entertainment Sports હર્શલ ગિબ્સેનો દાવો, કહ્યું- કાશ્મીર પ્રીમિયર લીગમાં હું રમ્યો તો ઈન્ડિયામાં મારા...