કઠુઆની માસુમ બાળાના દુષ્કર્મીઓને કડક સજા કરવા મુસ્લિમ સમાજની માંગ

679
bvn1842018-5.jpg

ભાવનગર શહેર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, જમ્મુ કાશ્મીરના કઠુઆ ગામની ૮ વર્ષની માસુમ બાળા આસીફા અને ઉત્તરપ્રદેશના ઉન્નાવ ગામની સગીરા ઉપર અને સુરત અને રાજકોટ ગામે પણ માસુમ બાળાઓ પર નરાધમો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને અત્યાચાર કરવામાં આવ્યો છે. જેના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. આ તમામ બનાવને વખોડી કાઢી આવા નરાધમ શખ્સો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. 
આ રજૂઆત વેળાએ કસ્બા પ્રમુખ મહેબુબભાઈ શેખ, ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, ઈમરાનભાઈ કોમરેડ, મેમણ જમાતના પ્રમુખ રજાકભાઈ, મુસ્તુફા ખોખર, સલીમ શેખ, સીરાજ નાથાણી, હનીફ ચૌહાણ, એમ.આઈ. સોલંકી, ઈમરાન બોશ, ઈમરાન શેખ, તાહેરઅલી બત્તીવાલા, યાકુબ ટીનવાલા, રઉફ કલાસીસ, અશરફભાઈ ધોળીયા, તૌસીફ શેખ, ગફાર બોશ, તૌફીક માણેકવાડી, રફીક કાગદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleમહુવામાં ઈન્દીરાનગરની ઝુંપડપટ્ટીમાં તીનપત્તીનો જુગાર રમતાં ૧૬ ઝડપાયા
Next articleસર ટી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગને માંદગીનું ગ્રહણ લાગ્યું