અનિડા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ સામગ્રીનું વિતરણ
ભાવનગર,તા.૨
ભાવનગર જપાલિતાણા તાલુકાના નાનકડા ગામ અનિડા ગામના ગરીબ મજૂર વર્ગના પરિવારોને આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસે અનાજ, તેલ કરિયાણાની સામગ્રીનું વિતરણ કરી પાલિતાણા તાલુકા શિક્ષક સંઘ દ્વારા સંવેદનશીલ કાર્ય કર્યું હતું. કુંભણ પાસે ડુંગરાળ વિસ્તારમાં અનિડા ગામે રહેતા ગરીબ અને મજૂર વર્ગના લગભગ ચાલીસ પરિવારોને પાલિતાણા તાલુકા શિક્ષક સંઘ દ્વારા પ્રમુખશ્રી હાર્દિકભાઈ ગોહિલ તથા શ્રી નંદલાલ જાનીના સંકલન સાથે અનાજ કરિયાણા સહિતની સામગ્રી ફુલ નહીં તો ફુલની પાંખડીના ન્યાયે અનાજ, તેલ કરિયાણાની સામગ્રીનું વિતરણ કર્યું હતું. જે રીતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ગરીબો, વંચિતો, શોષિતો, છેવાડાના માનવીઓ પ્રત્યે સંવેદના ધરાવે છે. તે જ રીતે આ શિક્ષણ યજ્ઞના આ ભેખધારીઓએ શિક્ષણ સાથે સંવેદનશીલતા સાથે રાજ્યના સામાન્ય નાગરિકોની આવી સેવા કરીને સામાન્ય માનવીઓ માટેનો સેવાભાવ પ્રગટ કર્યો હતો. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે શિક્ષક સંઘ દ્વારા સંવેદનશીલ અને પ્રેરક કાર્યથી જરૂરિયાતમંદ લાભાર્થી ગ્રામજનોમાં આણંદની લાગણી છવાઇ હતી.