વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુની વિશેષ ઉપસ્થિત
રાજકોટથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વર્ચ્યુઅલ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ’સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયું છે. જેમાં આજરોજ ’સંવેદના દિવસ’ની ઉજવણી અંતર્ગત ભુતા રૂગનાથ પ્રાથમિક શાળા, કરચલીયાપરા ખાતે કૃષિ, ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે ભાજપની સરકારે પ્રજાની સુખાકારી નિમિતે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન અનેક સેવા કાર્યો કર્યા છે આ જે સેવા સેતુ કાર્યક્રમમાં લોકો ને ઘર આંગણે એક સ્થળે બધી સગવડ ઉભી થાય તે હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા સતત નવ દિવસ સુધી સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ને આજે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.જેમાં અરજદારોને કાર્યક્રમ થકી આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષિ, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, જનધન યોજનાના લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજના, કોરોનાની મહામારીનાં સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય માટેની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓનો એક સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમો તેમજ કોવિડમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને એજ્યુકેશન કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મેયર કીર્તિબેન દાણીધારીયા, ભાજપના શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, ચેરમેન ધીરુભાઈ ઘામેલીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, કોર્પોરેટરઓ, પદાધિકારીઓ, કલેક્ટર, કમિશનર, ડીડીઓ, લાભાર્થીઓ ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.