આરોગ્ય સેવાની બાબતમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ : સરટી હોસ્પિટલના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરાયું
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના પાંચ વર્ષની નવ દિવસો દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, જેન લઈ ભાવનગર શહેર કૉંગ્રેસ દ્વારા આરોગ્યની સેવાની સેવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, ત્યારે ઉજવણી કરી તાયફાઓ કરી છે જેને લઈ ભાવનગર સર ટી હોસ્પિટલના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેર કૉંગ્રેસ દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાના સમયમાં લોકોની અત્યંત ખરાબ સ્થિતિ થઈ હતી, આ ભાજપ સરકાર દ્વારા માત્રને માત્ર લોકોને ગુમરાહ કરી ભષ્ટ્રાચાર સિવાય કાંઈ જ કર્યું ન હોવાનાં આક્ષેપ વચ્ચે ભાજપ સરકાર દ્વારા કોરોના કાળમાં લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોય અને આ સરકાર માં આરોગ્યની કથળતી છે.
આ વિરોધ પ્રદર્શનમાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, તળાજાના ધારાસભ્ય, વિરોધ પક્ષ ના નેતા ભરતભાઈ બુધેલીયા, કોર્પોરેટર, શિક્ષણ સમિતિના સદસ્ય, યુથ કૉંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કૉંગ્રેસ તેમજ વિવિધ સેલના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.