જ્ઞાનશકિત અંતર્ગત ગઢડા ખાતે કાર્યક્રમ યોજાયો

294

મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે જ્ઞાનશક્તિ કાર્યક્રમ અંતર્ગત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનો બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત ભકતરાજ દાદા ખાચર કોલેજ ખાતે મંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે તા.૧ ઓગસ્ટથી તા.૯ ઓગસ્ટ સુધી જુદા જુદા કાર્યક્રમો કરવાનું આયોજન કર્યું છે ત્યારે આજ રોજ તેનો શુભારંભ ગઢડા ખાતે કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે હોઈ કે વીજળીનો પ્રશ્વ હોય કે આરોગ્યનો દરેક ક્ષેત્રે રાજ્ય સરકારે ચિંતા કરી છે. બાળક જ્યારે ગર્ભમાં ત્રણ માસનુ હોઈ ત્યારથી કુપોષણ અંગેની ચિંતા, પ્રસુતિની ચિંતા કરી ૧૦૮ની સુવિધા, આંગણવાડીમાં શિક્ષણ, શાળાઓમાં શિષ્યવૃત્તિ સહિતની ઉચ્ચ શિક્ષણની ચિંતા કરી છે અને તેના વિકાસ માટે કાયમ તત્પર રહી છે. આ પ્રસંગે ગઢડા ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે પ્રસંગને અનુરૂપ ઉદ્દ્‌બોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મેડિકલ, એન્જિનિયર, એમબીએ જેવા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહાર જવું ન પડે તે માટે જરૂરી પ્રયાસો કર્યા છે. આ કાર્યક્રમમાં મંત્રી, ધારાસભ્ય તથા મહાનુભાવોના હસ્તે નમો ઈ – ટેબલેટ, શોધ યોજના, સ્રૂજીરૂ યોજના સહિત શિક્ષણવિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleમારી નજર હવે ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા પર છેઃ સિંધુ
Next articleરાણપુર શહેરમાં પીજીવીસીએલ કચેરી ખાતે લાઈનમેનનો વિદાય સમારોહ