ઉમરાળા તાબેના દડવા ગામે દલીત સમાજના બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી સર્જાતા બન્ને પક્ષના યુવક-યુવતીઓને નાનીમોટી ઈજાઓ થવા પામી છે. બનાવ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરાળાના દડવા ગામે સોનલબેન મનજીભાઈ મહીડા (દલીત)એ ઉમરાળા પોલીસમાં ફરિયાદ આપી છે કે તેમનો ભાઈ જગદિશ સામાપક્ષની દિકરીને લઈ ચાલ્યો ગયો છે. જેની દાઝ રાખી ગામમાં રહેતા અજય પુજાભાઈ, જગા નાનુભાઈ, મહેશ પુંજાભાઈ, પુંજા લક્ષ્મણભાઈ, વિનાભાઈ પાલાભાઈ, મગન વશરામભાઈ, ભગવાન લક્ષ્મણભાઈ, કલ્પેશ વિનુભાઈ, જયાબેન, ખીમજી ગવાભાઈએ એક સંપ કરી તેમને તથા તેમના કુટુંબીજનોને ધોકા, પાઈપ, ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે વિનુભાઈ પાલાભાઈ રેવર (દલીત)એ ફરિયાદ આપી છે કે, સામાપક્ષે આરોપીઓ તાંત્રિક વિધિ જાણે છે અને એક દિકરી ભગાડી છે અને બીજીને ભગાડવાની છે તેવું કહેતા જેની વિનુભાઈ તથા કુટુંબીજનોએ ના પાડતા ઉશ્કેરાઈ જઈ દિનેશ બધાભાઈ, જગદિશ બનાભાઈ, પરેશ મનજીભાઈ, હરેશ સવજીભાઈ, મનજી સવજીભાઈ, સવજી રૂપાભાઈ, મીનાબેન, હરજીભાઈ નાનજીભાઈએ લાકડી, પાઈપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો.