કોવેક્સિન સાથે સંકળાયેલી મહત્વની જાણકારી સામે આવી : ડેલ્ટા વેરિએન્ટને વાયરસ ઓફ કન્સર્ન એટલે કે વીઓઆઈ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યાનો નિષ્ણાતોનો મત
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૨
કોરોનાના સંકટ વચ્ચે ભારતમાં વિકસિત કોરોના વેક્સિન કોવેક્સિન સાથે સંકળાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ છે. આઈસીએમઆરના અભ્યાસમાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સિનનું નિર્માણ ભારત બાયોટેકે આઈસીએમઆર સાથે મળીને જ કર્યું છે. આઈસીએમઆરના કહેવા પ્રમાણે કોવેક્સિન ફક્ત ડેલ્ટા વેરિએન્ટ પર જ નહીં પરંતુ તેના મ્યુટેશન એવાય.૧ એટલે કે, ડેલ્ટા પ્લસ પર પણ કારગર છે. ઉલ્લેખનીય છે કે, ડેલ્ટા વેરિએન્ટ હાલ વાયરસ ઓફ કન્સર્નની શ્રેણીમાં છે. ડબલ્યુએચઓ દ્વારા કોરોના વાયરસના ૮ વેરિએન્ટને અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમાંથી ૪ વાયરસ ઓફ ઈન્ટ્રેસ્ટ છે અને ૪ વાયરસ ઓફ કન્સર્ન. ડેલ્ટા વેરિએન્ટને વાયરસ ઓફ કન્સર્ન એટલે કે વીઓઆઈ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. વાયરસ ઓફ કન્સર્ન એટલે કે આ વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ચિંતાનો વિષય છે. તેમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટાનો સમાવેશ થાય છે. ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં મળી આવ્યો હતો. હાલ ભારતમાં ડેલ્ટા પ્લસના ૭૦થી વધારે કેસ સામે આવ્યા છે. હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે જુલાઈ ૨૦૨૧માં જ સંશોધનનો અંતિમ ડેટા રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોવેક્સિન કોરોના વિરૂદ્ધ ૭૭.૮ ટકા પ્રભાવશાળી છે. હાલ ભારત ઉપરાંત ૧૬ દેશોમાં કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે. તેમાં બ્રાઝિલ, ફિલિપાઈન્સ, ઈરાન, મેક્સિકો વગેરેનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં હાલના કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ખુબ ખતરનાક અને સંક્રામક છે. પરંતુ સરકારી પેનલ ઇન્સાકાગે (આઈ એનએસએસીઓજી) સ્પષ્ટ કર્યુ કે ડેલ્ટાથી પેદા થયેલ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મુકાબલે ઓછો સંક્રામક હોઈ શકે છે. ઇન્સાકાગે તે પણ કહ્યું કે એવાઈ.૩ ને ડેલ્ટાના નવા ઉપ-સ્વરૂપના રૂપમાં ચિન્હિત કરવામાં આવ્યો છે. આ મ્યૂટેન્ટ વિશે હજુ કોઈ મહત્વપૂર્ણ જાણકારી નથી. પરંતુ તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી ૮૫ દેશોમાં ફેલાય ચુક્યો છે. કોવિડની આ લહેરની આશંકા વચ્ચે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમણ વધી શકે છે. આ ચિકનપોક્સની જેમ સરળતાથી ફેલાય છે. ઈન્ડિયન સાર્સ-કોવ-૨ જીનોમિક કન્સોર્ટિયમ (આઈ એનએસએસીઓજી) ના આંકડા અનુસાર મે, જૂન અને જુલાઈમાં દરેક ૧૦ કોવિડ-૧૯ કેસમાંથી લગભગ ૭ કેસ વધુ સંક્રામક ડેલ્ટા વેરિએન્ટના હતા. આઈસીએમઆરની એક નિષ્ણાંત સમિતિએ તે વાતની ભલામણ કરી છે કે વેલ્લોર સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજને કોવિડની બે રસી કોવૈક્સીન અને કોવિશીલ્ડના મિશ્રણની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવામાં આવે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે. સમિતિએ ભારત બાયોટેકને તેની કોવૈક્સીન અને તાલીમ-સ્તરની સંભવિત એડેનોવાયરલ ઇન્ટ્રાનાસલ રસી બીબીવી૧૫૪ ની ક્રિયાપ્રતિક્રિયા પર અભ્યાસ કરવા માટે મંજૂરીની ભલામણ પણ કરી હતી. પરંતુ હૈદરાબાદ સ્થિત કંપનીને તેના અભ્યાસમાંથી ’મ્યુચ્યુઅલ વેરિએશન’ શબ્દ દૂર કરવા અને મંજૂરી માટે સુધારેલ પ્રોટોકોલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.