(જી.એન.એસ.)મુંબઇ, તા.૨
મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. આ એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપના હાથમાં છે. શિવસેનાના કાર્યકરોએ એરપોર્ટ પર સ્થાપિત ‘અદાણી એરપોર્ટ’ ના બોર્ડને નુકસાન પહોંચાડ્યું છે. શિવસેનાનો આરોપ છે કે પહેલા આ એરપોર્ટને છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ હવે અદાણી એરપોર્ટનું બોર્ડ અહીં લગાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તે સહન કરવામાં આવશે નહીં. નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રુપ દ્વારા ઉડ્ડયન ક્ષેત્રે મોટું રોકાણ કરવામાં આવ્યું છે. દેશના ઘણા મોટા એરપોર્ટ અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. જુલાઈમાં જ મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું સંચાલન સંપૂર્ણપણે અદાણી ગ્રુપ પાસે આવી ગયું હતું, ગૌતમ અદાણીએ પોતે ટિ્વટ કરીને આ અંગે માહિતી આપી હતી. વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે કે દેશના ઘણા એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપને આપવામાં આવ્યું છે. કોંગ્રેસ સહિત અન્ય ઘણા વિપક્ષી દળોએ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર સીધુ નિશાન સાધ્યું છે.
Home National International મુંબઇ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરીઃ અદાણીના બોર્ડને નુકસાન પહોંચાડ્યું