ટુંક સમયમાં ATM રોકડ ઉપલબ્ધ થશે : નીતીન પટેલ

696
guj1842018-5.jpg

ગુજરાતમાં ચાલી રહેલી નાણાની અછતને લઈને નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે ઇમ્ૈં સાથે વાતચીત કરી છે. નીતિન પટેલે ચાર દિવસ પહેલા આરબીઆઇના રિજનલ મેનેજર સાથે ચર્ચા કરી છે અને રોકડ ઉપલબ્ધ કરાવવા રજુઆત કરી છે. આ સાથે જ મુખ્ય સચિવ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે. આ સાથે જ નીતિન પટેલે કહ્યું રે અમે રિઝર્વ બેન્કના સંપર્કમાં છીએ અને ભારત સરકાર સાથે ચર્ચા કરી રહ્યાં છીએ. જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા લોકોને નિરાશ થઈને પાછું ફરવું પડી રહ્યું છે. ખાતાધારકોએ બેન્કમાં જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. રોકડની અછતને લીધે માર્કેટ ઉપર અસર થઈ છે. રોકડિયા ધંધામાં અને આંગડિયામાં અત્યારે બાકીમાં વ્યવહારો થઈ રહ્યા છે.  કેટલાંક આંગડિયા પેઢી મોટી રકમના હવાલા લેવાની ના પાડી રહ્યા છે. જયારે કેટલાંક આંગડિયામાં ટોકન આપવામાં આવી રહ્યા છે. જે ટોકનના નાણાં સાંજે અથવા બીજા દિવસે આપી રહ્યા છે.
અમદાવાદ, રાજકોટ, નર્મદા, સાંબરકાંઠા સહિત અનેક નાના મોટા શહેરોમાં હાલ નાણાની અછત ઉભી થઈ છે. વાત કરીએ નર્મદાની તો નર્મદા તાલુકામાં મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં છે અને જરૂરિયાતમંદ લોકો નાણાંની અછતથી પરેશાન છે. તો વળી બેંકોમાંથી ૫૦૦૦થી વધુ રકમ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તો સાબરકાંઠામાં છ્‌સ્માં કેશ ન હોવાથી નાણાંની અછત ઉભી થઈ છે. અને છ્‌સ્ની બહાર લાગી લાંબી કતારો જોવા મળી રહી છે. તો અમદાવાદમાં પણ મોટાભાગના એટીએમમાં નાણાં ન હોવાથી લોકોને ૪૨ ડિગ્રીમાં પણ લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે.
બનાસકાંઠાની બેંકોમાં પણ નાણાંની અછત જોવા મળી. અહીં છેલ્લા એક અઠવાડિયાથી નાણાંની અછત જોવા મળી રહી છે. અહીં ડીસા, પાલનપુર, થરાદ, ભાભર, ધાનેરામાં છ્‌સ્ બંધ હાલતમાં છે. જેથી જરૂરિયાતમંદ લોકો નાણાંની અછતથી પરેશાન થઈ રહ્યાં છે. વાત માત્ર રાજ્યની જ નથી. પરંતુ અન્ય રાજ્યમાં પણ નાણાની અછત ઉભી થઈ છે જેને લઈને અન્ય રાજ્યોને પણ નાણાં માટે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.

Previous articleસોનગઢમાં બાહુબલીની વિરાટ મૂર્તિ સ્થપાશે
Next articleડમ્પર અને કાર વચ્ચે અકસ્માત બે મહિલાના ઘટનાસ્થળે મોત