અનુ મલિક સો.મીડિયા પર થયો ટ્રોલ, દેશભક્તિ ગીતમાં ઈઝરાયેલના રાષ્ટ્રગીતની ધૂન ચોરવાનો આરોપ

127

(જી.એન.એસ)મુંબઈ,તા.૨
ટોક્યો ઓલિમ્પિકમાં ઇઝરાયલી જિમનાસ્ટ અર્ટમ દોલ્ગોપ્યાટે ઈતિહાસ રચ્યો છે. તે પોતાના દેશને બીજો ઓલિમ્પિક ગોલ્ડ અપાવવામાં સફળ રહ્યો. જ્યારે પોડિયમ પર તેણે ગોલ્ડ મેડલ પહેર્યો તો પાછળ ઇઝરાયલનું રાષ્ટ્રગિત ’હાતિકવાહ’ શરૂ થયું હતું. લાઇવ જોઈ રહેલા કેટલાક લોકો ચોંકી ગયા કારણ કે આ ધુન જાણીતી હતી. થોડા સમય બાદ વીડિયો ટિ્‌વટર સુધી પહોંચ્યો તો વિવાદ શરૂ થઈ ગયો. લોકોને હાતિકવાહની ધુનથી અનુ મલિક યાદ આવવા લાગ્યા. મલિકે આ ધુનને ’દિલજલે’ ફિલ્મના એક ગીત ’મેરા મુલ્ક મેરા દેશ..’ માં ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકોને આ વાતની પ્રથમવાર જાણ થઈ. લોકો ટિ્‌વટર પર ન માત્ર ચોકી ગયા, પરંતુ અનુ મલિકને તેની ચોરી કરવા માટે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ધુન એક જેવી છેને? દિલજલે ૧૯૯૬માં રિલીઝ થઈ હતી. તેમાં એક ગીત છે ’મેરા મુલ્ક મેદા દેશ મેરા યે વતન..’ જેની ધુન હાતિકવાહથી ઉઠાવવામાં આવી છે. રસપ્રદ વાત તે છે કે હાતિકવાહની ધુન પણ અસલી નથી. તેનું મ્યૂઝિક ૧૬મી સદીના એક ઇટાલિયન ગીત લા મંટોવનાથી પ્રેરિત છે. લા મંટોવના, કો પોલેન્ડ, સ્પેન ત્યાં સુધી કે યૂક્રેનમાં પણ અલગ-અલગ રૂપોમાં ઉપયોગ થઈ ચુક્યો છે. ધુન ચોરવાના મામલામાં અનુ મલિકનો રેકોર્ડ ગબજનો છે. એક રેકોર્ડ અનુસાર મલિકના ૬૦થી વધુ ગીત બીજા ગીતો કે ધુનોથી પ્રેરિત/ચોરી છે. મલિકે નુસરત ફતેહ અલી ખાનની ઘણી કવ્વાલિયો અને ગીતોનો બોલીવુડ ફિલ્મોમાં ઉપયોગ કર્યો છે જેમ કે- મેરા પિયા ઘર આયા, લોએ લોએ… ચલે જૈસે હવાએં સનન સનન, નહીં જીના પ્યાર બિના…

Previous articleટોક્યોમાં પીવી સિંધુએ બ્રોન્ઝ જીત્યા બાદ પીએમ મોદી સાથે માણશે આઈસ્ક્રીમની મજા
Next articleપીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો, બોલીવૂડના સ્ટાર્સે પાઠવ્યા અભિનંદન