રેપ પીડિતાએ ગુનેગાર સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, સુપ્રીમ કોર્ટે ના પાડી

525

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
સુપ્રીમ કોર્ટે કેરળના કોટ્ટિયુરમાં રહેતી રેપ પીડિતાની અરજીને ફગાવી દીધી છે. જેણે તેના પર બળાત્કાર કરનાર પૂર્વ પાદરી સાથે લગ્ન કરવાની પરવાનગી માંગી હતી. આ ભૂતપૂર્વ પાદરી હાલ ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ઉચ્ચ અદાલતે ભૂતપૂર્વ પાદરી દ્વારા દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી પણ ફગાવી દીધી છે. આ અરજીમાં તેણે રેપ પીડિતા સાથે લગ્ન કરવા માટે જામીન માંગ્યા હતા. ઘટના સમયે પીડિતા સગીર વયની હતી અને તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની ખંડપીઠે પૂર્વ પાદરીને કહ્યું કે, ’હાઇકોર્ટે સમજી-વિચારીને નિર્ણય આપ્યો છે અને અમે તેમાં દખલ નહીં કરીએ.’ બેન્ચે પીડિતાને કહ્યું કે, તે ભૂતપૂર્વ પાદરી સાથે લગ્ન કરવાની અરજી સાથે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકે છે. ભૂતપૂર્વ પાદરીના વકીલ અમિત જ્યોર્જે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે આ કેસમાં લગ્ન સંબંધિત વ્યાપક નિર્દેશો આપ્યા છે, જે એક મૂળભૂત અધિકાર છે. બેન્ચે જ્યોર્જને પૂછ્યું કે, પીડિત અને ભૂતપૂર્વ પાદરીની ઉંમર શું છે? જવાબમાં તેમણે કહ્યું કે, ભૂતપૂર્વ પાદરી ૪૯ વર્ષનો છે જ્યારે પીડિતાની ઉંમર ૨૫ વર્ષ છે. સર્વોચ્ચ અદાલતે જ્યોર્જને કહ્યું, ’તમે જાતે જ હાઇકોર્ટ પાસેથી વ્યાપક નિર્દેશો માંગ્યા છે અને તેઓ દખલ કરવાનું પસંદ નહીં કરે. સુપ્રીમ કોર્ટને માર્ચ મહિનામાં આવા જ એક કેસમાં કેટલાક વકીલોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે બળાત્કારના આરોપીને પૂછ્યું હતું કે, શું તે પીડિતા સાથે લગ્ન કરવા તૈયાર છે? આ મામલો મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક બોર્ડના સરકારી કર્મચારી સાથે સંબંધિત હતો. ત્યારબાદ કેટલાક વકીલોએ સુપ્રીમ કોર્ટની બેન્ચની ટીકા કરતા કહ્યું હતું કે, ’તેમણે આરોપીને જ તેની ઇચ્છા માટે પૂછ્યું, જે ખોટું છે. જ્યારે આરોપીએ જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, ત્યારેu CJI બેન્ચે પૂછ્યું, ’શું તમે તેની (પીડિતા) સાથે લગ્ન કરવા તૈયાર છો?’ કોર્ટે કહ્યું હતું કે જો આરોપી લગ્ન કરવા તૈયાર હોય તો બેન્ચ તેની જામીન અરજી પર વિચાર કરી શકે છે. બેન્ચે કહ્યું કે, ’નહિંતર તમારે જેલમાં જવું પડશે અને તમારી નોકરી ગુમાવવી પડશે.’ પછી આરોપીના વકીલે કહ્યું કે, સરકારી કર્મચારી પરણિત છે, તેથી તે પીડિતા સાથે લગ્ન કરી શકે નહીં. વેકીલે કોર્ટને જણાવ્યું કે, આરોપી ૨૦૧૬માં છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો, પરંતુ તે સમયે છોકરી ૧૬ વર્ષની હતી અને તેણે લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી.

Previous articleવડાપ્રધાન મોદી આજે ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે
Next articleકંપનીનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પોતાની હિસ્સેદારી જતી કરવા તૈયાર