ગુજરાતના પેટ્રોકેમિકલ્સ એન્ડ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રિયલ રીજીયન-ઁઝ્રઁૈંઇ દહેજમાં કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી-ઝ્રઝ્રઈ્ની સ્થાપના કરશે.
વિશ્વમાં આ પ્રકારની પ્રથમ સંસ્થા તરીકે નિર્માણ પામનાર આ ઇન્સ્ટિટયૂટ માટે ગુજરાત સરકાર જમીન ફાળવણી અને અન્ય પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્ડિયા કેમ ગુજરાત-ર૦૧૭ની પાંચમી કોન્ફરન્સ અને એકઝીબિશનનું ઉદ્દઘાટન કેન્દ્રીયપ્રધાન અનંથકુમાર અને મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં કર્યુ હતું.અનંથ કુમારે ગુજરાતના પેટ્રોકેમિકલ્સ ઊદ્યોગોના રાષ્ટ્રીય સ્તરે યોગદાનની સરાહના કરતાં દહેજ ઁઝ્રઁૈંઇને પેટ્રોકેમિકલ-કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું ભારતનું કાશી ગણાવ્યું હતું.
કેન્દ્રીય પેટ્રો રસાયણ મંત્રી શ્રી અનંથ કુમારે આ કોન્ફરન્સમાં દહેજમાં ઝ્રઝ્રઈ્ની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.સીએમ રૂપાણીએ ગુજરાત દેશના કેમિકલ આઉટપૂટમાં ૩પ ટકા અને નિકાસમાં ૧૮ ટકા ના યોગદાન સાથે કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ હબ બન્યું છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. રાજ્યમાં ૧૬૦૦૦ લઘુ અને પ૦૦ જેટલા મોટા-મધ્યમ રસાયણ ઉત્પાદન એકમો કાર્યરત છે. દહેજ દેશનું ન્દ્ગય્ ટર્મીનલ અને ઁઝ્રઁૈંઇની વિશેષતા ધરાવતું આગવું મથક છે. તેને કેમિકલ-પેટ્રોકેમિકલ ઊદ્યોગોનું સેન્ટર પોઇન્ટ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર સક્રિય છે.
દહેજ ઁઝ્રઁૈંઇની વિશેષતાઓની ભૂમિકા આપતાં જણાવાયું કે, ૪પ૩ સ્કે. કિ.મી.ના આ ઁઝ્રઁૈંઇમાં ૩૦ હજારથી વધુ લોકોને રોજગારી મળી રહી છે. દહેજ ખાતે ઓ.એન.જી.સી.નો ઓપેલ પ્લાન્ટ પ્રધાનમંત્રીશ્રીના દહેજને પેટ્રોકેમિકલ બનાવવાના સપનાનો પ્રતિઘોષ પાડે છે.દહેજની વિકાસ સંભાવના ધ્યાને રાખીને રૂા. ૧૭પ કરોડના ખર્ચે ૧ લાખ કન્ટેનર ક્ષમતાનો લોજીસ્ટીક પાર્ક આકાર પામશે. આ અંગેના ર્સ્ેં વાયબ્રન્ટ સમિટ ર૦૧૭માં થયા છે.
અનંથ કુમારે દહેજના વિકાસ માટે કેન્દ્ર સરકાર ‘વાયેબીલીટી ગેપ ફન્ડીંગ’ રાજ્ય સરકારની માંગ મુજબ આપશે તેવી ખાતરી આપતાં એમ પણ ઉમેર્યુ કે, દહેજની ક્ષમતાનો પૂર્ણતઃ ઉપયોગ કરીને ર૦૪૦ સુધીમાં આ રિજીયનમાં ૮ લાખ રોજગારીના સર્જનનો ઉદ્દેશ સાકાર કરવો છે.