ન્યુ દિલ્હી,તા.૩
પીવી સિંધુ ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ ભારત પરત આવતા તેનુ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. આ દરમિયાન ખેલાડી ખુબ ખુશ દેખાઇ રહી હતી. પીવી સિંધુએ કહ્યું, હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારત પરત ફરી હતી. એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે તે દેશ પહોંચી ત્યારે તેણે કહ્યું કે તે મારા માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે. મેડલ જીતીને હું ખૂબ ખુશ છું. સિંધુએ કહ્યું કે હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. બેડમિન્ટન એસોસિએશન સહિતના દરેકનો મને ટેકો અને પ્રોત્સાહન આપવા બદલ હું તેમની આભારી છું. તે ખુશીની ક્ષણ છે. વર્લ્ડ ચેમ્પિયન સિંધુ રવિવારે મહિલા સિંગલ્સ બ્રોન્ઝ મેડલ પ્લેઓફ મેચમાં ચીનની હી બિંગ જીઆઓને હરાવીને મહિલા ઓલમ્પિક મેડલ જીતનાર બીજી ભારતીય અને દેશની પ્રથમ મહિલા બની જેણે મહિલા સિંગલ્સ બ્રોન્ઝ મેડલ જીત્યો.અને ભારતનુ નામ રોશન કર્યુ. દરેક ભારતીયને તેમના પર ગર્વ છે.