અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર

1341
gandhi1942018-6.jpg

અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર થયો છે. બુધવારથી દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે. અખાત્રીજથી અષાઢીબીજ સુધી ફેરફાર અમલમાં રહેશે. અંબાજી મંદિરમાં આરતી હવે ૩ વાર કરવામાં આવશે. અગાઉ ૨ વખત માતાજીની આરતી કરવામાં આવતી હતી, પણ હવે એકવાર વધારે આરતી કરવામાં આવશે. ત્રણ આરતીનો સમય આ મુજબનો રહેશે. મંદિરમાં મંગળા આરતી સવારે ૭ વાગ્યે કરવામાં આવશે. બીજી આરતી બપોરે ૧૨.૩૦ વાગે થશે. સંધ્યા આરતી સાંજે ૭.૦૦ વાગ્યે કરવામાં આવશે.
માતાજીના દર્શનના સમયની વાત કરીએ તો સવારે ૭.૩૦થી ૧૦.૪૫ વાગ્યા સુધી દર્શન કરવામાં આવશે. સવાર પછી બપોરે ૧ વાગ્યાથી સાથે ૪.૩૦ વાગ્યા સુધી દર્શન કરવામાં આવશે. સંધ્યા આરતી બાદ ૯.૧૫ સુધી માતાજીના દર્શન માટે દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ચેન્જ અખાત્રીજથી લઈને અષાઢી બીજ સુધી જ કરવામાં આવ્યો છે.

Previous articleઅનશન સત્યાગ્રહ શરૂ, તોગડિયાના મોદી પર પ્રહાર
Next articleશહેરની સિવિલમાં ચોરીઓ રોકવા પોલીસ પોઇન્ટ મુકાયો