મહિનાથી પાટનગરની સિવિલ હોસ્પિટલ વાહન ચોરો માટે પસંદગીનુ સ્થળ બની ગયુ છે. એક દિવસ છોડીને બીજા દિવસે એક વાહન ચોરી થઇ જ ગયુ હોય છે. વાહન ચોરને પકડવા માટે પોલીસ દ્વારા છુપાવેશમાં પણ ફરજ બજાવવામા આવતી હતી. પરંતુ હાથમાં આવતા નથી. પરિણામે ગાંધીનગર સિવિલમાં વાહન ચોરી અટકાવવા માટે ચોવિસ કલાક પોલીસ પોઇન્ટ શરુ કરવામાં આવ્યો છે. પોલીસ ગાંધીનગર સિવિલમાં ડ્રેસમાં ફરજ બજાવશે.
સિવિલમાં સેક્ટર ૭ પોલીસ, એલસીબી અને એસઓજી સહિતે છુપી રીતે કામગીરી કરતા હતા. છતા વાહન ચોર પોલીસને થાપ આવી વાહન ચોરવામાં સફળ રહેતા હતા. છ મહિનાથી પોલીસના નાકે દમ લાવી દીધો હોવાના કારણે આખરે સિવિલ હોસ્પિટલમાં ચોવિસ કલાક પોલીસનો પોઇન્ટ મુકવામાં આવ્યો છે.
પોલીસ જવાન ડ્રેસમાં ફરજ બજાવશે અને રાત્રિ દરમિયાન સિવિલના ચક્કર પણ મારશે. ત્યારે પોલીસને પરસેવો પડાવનાર વાહન ચોરને હવે સિવિલમાંથી વાહન ચોરવુ મુશ્કેલ બની જશે. સુત્રો કહ્યુ કે વાહન ચોરનાર એક જ શખ્સ હોવાનુ માનવામા આવી રહ્યુ છે. એક જ પ્રકારે વાહન ચોરીની મોડસ ઓપરેન્ડી ચલાવામા આવી રહી છે. વાહન લઇને ચોર ફરાર થઇ જાય છે.