ન્યુ દિલ્હી,તા.૩
ટીમ ઇન્ડિયાના સ્ટાર ટેસ્ટ બેટસમેન ચેતેશ્વર પૂજારાની ધીમી બેટિંગને લઇ હંમેશાથી ચર્ચા થતી રહી છે. ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર તેમના સપોર્ટમાં ઉતરી આવ્યા છે. ગાવસ્કરનું માનવું છે કે પૂજારાની રમવાની રીત બિલકુલ યોગ્ય છે અને જો ટીમને આ યોગ્ય ના લાગતું હોય તો તેણે બીજા કોઇની શોધ કરી લેવી જોઇએ. મજબૂત ડિફેન્સ અને તકનીક માટે ઓળખાતા પૂજારા ખરાબ બોલના લીધે રન ના બનાવી શકતા તાજેતરના વર્ષોમાં આલોચનાનો સામનો કરવો પડ્યો છે. તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઇનલ દરમ્યાન પણ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. તેણે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ દરમ્યાન પણ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
ગાવસ્કરે કહ્યું કે પૂજારાએ ચોક્કસપણે રમતા ઇન્ટરનેશનલ લેવલ પર જગ્યા બનાવી છે. તેને એ રીત પર વિશ્વાસ રાખવો પડશે. જો ટીમને તેની રીત પર વિશ્વાસ નથી તો તે કોઇ બીજી રીતને અજમાવાનું વિચારી શકે છે. પૂર્વ ભારતીય કેપ્ટન કહે છે કે પરંતુ એ રીતે તેના માટે કામ કર્યું છે, ભારતના કામ આવી છે. તે એક છેડો સંભાળીને રહે છે જ્યારે શોટ રમનાર ખેલાડીની પાસે બીજા છેડા પર શોટ રમવાની તક રહે છે કારણ કે તેને ખબર છે કે એક છેડા પર મજબૂત ખેલાડી ઉભો છે. તેમણે કહ્યું, મને લાગે છે કે તેણે પોતાની ઉપર વિશ્વાસ રાખવો પડશે અને એ રીતે રમવાનું ચાલું રાખવું પડશે જેને તે બેસ્ટ સમજે છે. કારણ કે વર્ષોથી તેણે ભારત માટે શાનદાર કામ કર્યું છે. પૂજારા ડબલ્યુટીસીના બે વર્ષ પહેલાં સીઝન દરમ્યાન એક પણ સદી ફટકારી નહોતી અને આ દરમ્યાન ૩૦થી ઓછી સરેરાશથી રન બનાવ્યા. પૂજારા બુધવારના રોજ ઇંગ્લેન્ડની સામે નોટિંઘમમાં શરૂ થઇ રહેલ પાંચ મેચોની સીરીઝ દરમ્યાન રમતો દેખાશે. ગાવાસકરે ભવિષ્યવાણી કરી છે, ભારત ઈંગ્લેન્ડ સામે ૪-૦ અથવા તો ૩-૧થી સિરિઝ જીતશે. જો ગરમી વધારે હશે તો ભારત ૪-૦થી જીતશે. હાલમાં ઈંગ્લેન્ડની ટીમ નબળી પડી છે. તેની બેટિંગ પણ વીક થઈ છે.
તેમણે કહ્યું, કોહલી અને એન્ડરસન વચ્ચેના જંગમાં કોહલી હાવી રહેશે. ૨૦૧૮માં કોહલીએ જે રીતે બેટિંગ કરી હતી તે જોતા આ વખતે પણ આ બંનેના જંગમાં કોહલી વિજેતા થશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ઓગસ્ટથી પાંચ ટેસ્ટની સિરિઝનો પ્રારંભ થશે. પહેલી ટેસ્ટ નોટિંગહામમાં રમાવાની છે.