બાંદીપોરામાં અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો

669

શ્રીનગર,તા.૩
જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. આ અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આતંકવાદીની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ ઉત્તરી કાશ્મીરના બાંદીપોરાના ચાંદજી વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યુ હતું. તેમણે જણાવ્યુ કે આતંકવાદીઓના સુરક્ષા દળ પર ગોળી ચલાવવાનું અભિયાન અથડામણમાં બદલાઇ ગયુ હતું. સુરક્ષા દળોએ પણ ગોળીબારનો વળતો જવાબ આપ્યો હતો. અંતે રિપોર્ટ મળવા સુધી અથડામણ ચાલુ હતી.

Previous articleપલસાણાના તાંતીથૈયા ગામે તસ્કરો એટીએમમાં ત્રાટક્યાઃ ૨૯.૨૮ લાખની ચોરી કરી ફરાર
Next articleસરિતા શોપિંગ સેન્ટરનું ગમે ત્યારે કરાશે ડીમોલીશન